Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન સાથેની મિત્રતાના ગુણગાન ગાતા ઈમરાન ખાનનું ચીનમાં અપમાન

બીજિંગમાં યોજાયેલી વેલ્ટ એન્ડ રોડ સમિટમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ચીન પહોંચ્યા હતા પરંતુ તેમનું જે રીતે સ્વાગત થયું તેનાથી પાકિસ્તાનીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે કોઈ દેશના વડાપ્રધાન અન્ય કોઈ દેશના પ્રવાસે જાય ત્યારે તે દેશના કોઈ વરિષ્ઠ અધિકારી અથવા તો કોઈ રાજકીય નેતા તેમના સ્વાગત માટે હાજર રહેતા હોય છે. પરંતુ ઈમરાન ખાનનાં સ્વાગત માટે ચીનના એક પણ વરિષ્ઠ અધિકારી કે રાજકીય નેતા પહોંચ્યા ન હતા.બીજિંગની મ્યૂનિસિપલ કમિટિના ડેપ્યુટી જનરલ લી લિફેંગ ઈમરાન ખાનનાં સ્વાગત માટે પહોંચ્યા હતા.
ચીનને પોતાનો જીગરી દોસ્ત કહેનારા ઈમરાન ખાનનાં સ્વાગતના મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં મજાકનો વિષય બની ગયું છે. ઈમરાન ખાને ચીનનાં ચાર દીવસીય પ્રવાસ પર જતા અગાઉ કહ્યું હતું કે, ચીન પાકિસ્તાનનો સૌથી ખાસ મિત્ર અને ભાઈ છે. તેઓ પોતાના ખાસ અને જીગરી મિત્ર રાષ્ટ્રપતિ જિન પિંગને મળવા માટે ઉત્સુક છે.પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે પાકિસ્તાનનાં ચીની રાજદૂત યાઓ જિંગ અને ચીનનાં પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાલિદ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ખુદ ઈમરાન ખાન પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમના સ્વાગત માટે એરપોર્ટ પર ન તો ચીની સરકારનો કોઈ વરિષ્ઠ અધિકારી આવ્યો છે કે ન તો સરકારનું કોઈ પ્રતિનિધિ.વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કાર્યક્રમમાં હાજરી આપવા માટે રેલવે મંત્રી રાશિદ અહેમદ, જળમંત્રી મોહમ્મદ ફૈઝલ વાવડા, નાણા સલાહકાર ડો. અબ્દુલ હાફિઝ શેખ સહિતના કેટલાક મંત્રીઓ પણ ચીન પહોંચ્યા છે. એક તરફ ઇમરાન ખાન ચીન સાથેની પોતાની મિત્રતાના ગુણગાન ગાતા હતા તેવામાં ઈમરાન ખાન ખુદ પણ આ ઘટનાથી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની છાપ પણ ખરાબ થઈ ગઈ છે.

Related posts

ट्रुडो के दावे बाद कनाडा की विपक्षी पार्टी आई भारत के समर्थन में

aapnugujarat

Pfizer-BioNTech Covid-19 vaccine gets approval in UK

editor

Doesn’t want or foresee, war with Iran : Trump

aapnugujarat

Leave a Comment

UA-96247877-1