Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઓઈલ આપવાનુ બંધ કર્યું

કાશ્મીર મામલે ભારતનો વિરોધ કરવા માટે સાઉદી અરેબિયાને ધમકી આપી રહેલા પાકિસ્તાનને આખરે સાઉદી અરેબિયાએ વળતો ફટકો માર્યો છે.
આર્થિક રીતે કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને હવે સાઉદી અરેબિયાએ ઉધાર ઓઈલ આપવાની ના પાડી દીધી છે.પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે ઓઈલ ઉધાર લેવા માટે ત્રણ વર્ષની ડીલ કરી હતી.
જોકે સાઉદી સરકારે આ ડીલને સમય પહેલા જ ખતમ કરી દીધી છે.મે મહિના પછી પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ ઓઈલ મોકલ્યુ નથી અને પાકિસ્તાનને કોઈ સ્પષ્ટતા પણ કરી નથી.એવુ મનાય છે કે, પાકિસ્તાનના વર્તાવના કારણે સાઉદી અરેબિયા ખફા છે.પાકિસ્તાનને આપેલુ નાણાકીય સમર્થન પાછુ લેવાનુ નક્કી કર્યુ છે.
સાઉદી અરબે પાકિસ્તાનને ૩ વર્ષ માટે ૬.૨ અબજ ડોલરનુ પેકેજ આપવાનુ એલાન કર્યુ હતુ.જેમાં ૩ અબજ ડોલરની રોકડ સહાય અને બાકીની રકમના બદલામાં ઓઈલ અને ગેસનો સપ્લાય કરવાનુ સામેલ હતુ.પાકિસ્તાન આ માટે ૩.૩ ટકા વ્યાજ પણ ચુકવી રહ્યુ હતુ.જોકે હવે સાઉદી અરેબિયાએ આખુ પેકેજ અધવચ્ચે લટકાવી દીધુ છે.
પાકિસ્તાનની સરકારનુ કહેવુ છે કે, અમારો કરાર મે મહિનામાં સમાપ્ત થઈ ગયો હતો.અમે તેને રિન્યૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે.સાઉદી અરબના જવાબની રાહ જોવાઈ રહ્યુ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને સાઉદી અરેબિયાની એક અબજ ડોલરની ઉધારી ચુકવી દીધી છે અને આ માટે પાકિસ્તાને ચીન પાસેથી લોન લીધી છે.

Related posts

કોરોના મહામારી ૨૦૨૨માં નાબૂદ થઇ જશે ! : WHO

editor

ઉત્તર કોરિયા પરમાણુ સાઇટ પર હજુપણ કામ કરી રહ્યું છે

aapnugujarat

मेरे से बड़ा देशभक्त कोई नहीं : ट्रंप

editor

Leave a Comment

UA-96247877-1