Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મહિલા પખવાડિક દિવસનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

અમદાવાદથી અમારા સંવાદદાતા પ્રવિણ વેગડા જણાવે છે કે, ઓઢવ પોલીસ સ્ટેશનના મહિલા સહાય કેન્દ્ર, ૧૮૧ ( અભયમ )ની અમદાવાદ શહેર દ્વારા નારોલ વિસ્તારની દીપ નગર સોસાયટીમાં મહિલા પખવાડિક દિવસની ઓનલાઈન કાર્યક્રમમાં ૧૫ થી ૨૦ બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલા સહાય કેન્દ્રના ( કોડીનેટર જગદીશભાઈ, ૧૮૧ ટીમના ( કાઉન્સિલર ) જિંદલ પટેલના માર્ગદર્શન દ્વારા બહેનોને મહિલા સહાય (અભયમ) યોજનાઓની વિવિધ માહિતીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રીનિધિ સેવા ટ્રસ્ટ અને પોલીસ સમનવ્ય પ્રેસના પંકજ પંચાલ (જય માડી), એપિક ફાઉન્ડેશનના બિંદુ બહેન, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મેનેજર મિલન વાઘેલા, અમદાવાદ મિત્ર પ્રેસ તથા નાઝે ઇંશાહ ફાઉન્ડેશનના શહેનાઝબાનુ શેખ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

चांदखेडा क्षेत्र में महिला ने पति विरूद्ध यातना देने की शिकायत दर्ज करायी

aapnugujarat

ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદા નીર થકી બ્રહ્માણી-૨ જળાશય ભરાશે : વાઘાણી

aapnugujarat

संजीव भट्ट मामले पर बोली पत्नी श्वेता- कोर्ट ने राजनैतिक दबाव में दिया फैसला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1