Aapnu Gujarat
ગુજરાત

કડી શહેરમાં રામ મંદિર ભૂમિ પૂજનની ઉજવણી

અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિના શિલાન્યાસ પ્રસંગને લઈને મહેસાણા જિલ્લાના કડી તાલુકા માં ભારે હર્ષોલ્લાસ છવાયો છે. અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસની વિધીને ઉમળકાભેર આવકાર આપવા માટે કડીમાં ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે જેમાં કડી ખાતે સરદાર પટેલ ગ્રુપ, બજરંગ દળ,વિશ્વ હિન્દુ પરિષદ સહિતના દ્વારા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કડીના રામજી મંદિરોમાં આરતી તેમજ ફટાકડાની આતીશબાજી સાથે રામ મંદિરની શિલાન્યાસની વિધીને ઉમળકાભેર વધાવી હતી.
કડીમાં આવેલ કરણનગર રોડ ઉપર સાંજે ગાયત્રી મંદિરમાં શ્રી રામ ભગવાનની મહાઆરતી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે કડી તાલુકામાં પણ ભારે હરખની હેલી જોવા મળી છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીમાં આવેલા રામજી મંદિરોમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી તેમજ ફટાકડા ફોડીને અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી લેવામાં આવી હતી જેમાં કડી જીઁય્ પ્રમુખ આશિષભાઈ, એપીએમસી ચેરમેન વિનોદભાઈ, કડી નગરપાલિકા પ્રમુખ શારદાબેન, કડી નગરપાલિકાના સ્ટેન્ડંગ સ્ટેન્ડીગ કમિટી ચેરમેન વિષ્ણુ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લા કાર્યકારી અધ્યક્ષ દિનેશ પટેલ, કડી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ, કડી શહેર વિશ્વ હિન્દુ પરિષદ ઉપપ્રમુખ રૂદ્ર જોશી, બજરંગ દળના પ્રમુખ નિરવ નાયક સહિતના મહાનુભાવોએ હાજરી આપરી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

છોટાઉદેપુરઃ અકસ્માતમાં કાળનો કોળીયો બન્યાં એક પરિવારના ૭ સભ્ય

aapnugujarat

PKL 7: Gujarat Fortune Giants defeated UP Yoddha by 44-19

aapnugujarat

નવસારીમાં પ્રેમ સંબંધમાં એક યુવતીની હત્યા થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1