Aapnu Gujarat
ગુજરાત

ઈડર ડૉક્ટર એસો. દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપાયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આવેલ લાઈફલાઈન હોસ્પિટલ ખાતે થોડા દિવસ પહેલા મહિપતસિંહ નામનો શખ્સ અકસ્માતમાં ઘાયલ યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈને આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે સીટી સ્કેનની સગવડ ના હોવાથી દર્દીને બીજે લઈ જવા કહ્યું હતું પરંતુ આ શખ્સે બીજે લઈ જવાની જગ્યાએ ફરજ પરના ડૉક્ટર સાથે બોલાચાલી કરી તબીબ દક્ષેશ પટેલને મારી નાંખવાની અને હોસ્પિટલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી જે અંતર્ગત આજે ડૉક્ટર એસોસિએશન દ્વારા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું જેમાં મહિપતસિંહ અને ઉપેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે અને આ બંન્ને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણ, ગંભીરપુરાના ઉપેન્દ્રસિંહ પરમાર એફઆઈઆર નોંધી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

गुजरात में दौड़ेगी रो-पैक्स फेरी

editor

સણાદર અને દિયોદર તાલુકાના તળાવો ભરવા માટે જે.એ.બારોટે મુખ્યમંત્રીને રજુઆત કરી

editor

ભોટવા ગામે ૧૩ વ્યક્તિઓએ અન્ય ફળીયાના ઘરોમાં આગ લગાવી

editor

Leave a Comment

UA-96247877-1