Aapnu Gujarat
ગુજરાત

દિયોદર રેલવે ઓવરબ્રિજનાકામમાં ઢીલાશ

દિયોદર-ભાભર હાઈવે પર બની રહેલા બ્રિજની કામગીરી દરમિયાન ઉભી થયેલી અવ્યવસ્થાથી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય વરસાદમાં બેરિકેટિંગની સાઈડમાં બનાવેલો સર્વિસ રોડ તૂટી જતા ખાડા પડયા છે તો વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાની ઋતુમાં સત્વરે યોગ્ય કાર્યવાહી અને વૈકલ્પિક વ્યવસ્થા થાય તે જરૂરી બની છે. દિયોદરમાં આવેલ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. દિયોદરમાં બની રહેલ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિ એ ચાલી રહ્યું છે. દિયોદર — હાઈવેમાં ખાડા-ટેકરાવાળા સર્વિસ રોડ જોવા મળી રહ્યા છે. હાઇવે ઉપર ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. વ્યવસ્થાના અભાવના કારણે દરરોજ ફાટક બંધ રહેતા હોવાથી વાહન ચાલકો અને લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર સત્વરે ઓવરબ્રિજની કામગીરી જલ્દી પૂર્ણ કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. વાત કરીએ તો આ ઓવરબ્રિજ મંજુર થયાને લગભગ એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. સામાન્ય વરસાદ આવતા પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. જોકે હવે તંત્ર દ્વારા રોડને વધારવાનું કામ શરૂ થયું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

મણિનગર : યુવતીએ ટ્રેનની સામે પડતું મૂકતાં મોત

aapnugujarat

કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી હિંસક : સ્થિતિ તંગ

aapnugujarat

ગોવિંદપુરા જુથ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1