Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં વીએચપીના કાર્યકરો દ્વારા રામજી મંદિરમાં મહાઆરતી કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૫ ઓગસ્ટના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભુમિ મંદિરનું ભુમિ ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે દેશભરના હિન્દુ સંગઠનો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે પણ શ્રીરામ મંદિરમાં ભુમિ ભૂમિ પૂજન કરાયું તેની ઉજવણી કરવામાં આવી છે.
ગોધરા વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શહેરના સોનીવાડ ખાતે આવેલા રામજી મંદિરમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી પણ જોડાયા હતાં. રાઉલજીએ ભગવાન શ્રીરામની આરતી ઉતારી હતી. આરતી બાદ જય શ્રી રામના નારા લાગ્યા હતાં. કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને પગલે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખીને કાર્યકર્તાઓએ માસ્ક પહેરીને ભગવાન શ્રીરામની આરતી ઉતારી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાંતિ પંડ્યા, બ્રિજેશસિંહ ઠાકોર, રાજુ માળી, દેવાંગ પરમાર, યોગેશ ભોઈ, કૃતિક મહેતા,ધુમિલ વ્યાસ,આર.એસ.એસ.ના જિલ્લા અગ્રણી હિરેન પંડયા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી ઈમેશ પરીખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શહેરામાં પણ યુવાનો દ્વારા આતશબાજી કરાઈ મિઠાઈ વહેંચવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

હાર્દિક પટેલનું પૂતળા દહન, પત્રિકા વાયરલ થઈ

aapnugujarat

વડોદરા શહેરમાં બ્લુ વ્હેલ ગેમ /બ્લુ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબંધ

aapnugujarat

ગુજરાત સરકારે વકફ બોર્ડમાં અહમદ પટેલની કરી નિમણૂક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1