Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસની જાણો હકિકત

બોલિવુડ અભિનતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત ઘરે ગાળો ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.. સુશાંત સિંહ રાજપૂતના લોનાવલાના ફાર્મહાઉસના મેનેજરના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવતી અને તેના પરિવારે ગત વર્ષે પાવના લેક પાસે આવેલા ફાર્મહાઉસમાં પૂજા કરી હતી. રાહુલે આ વાતનો ખુલાસો કર્યો છે. અને એક રિપોર્ટ અનુસાર, લોનાવલામાં આવેલું આ ફાર્મહાઉસ સુશાંતે ભાડેથી લીધું હતું. તેના માટે સુશાંત દર મહિને આશરે 2.50થી 3 લાખ રૂપિયા ચૂકવતો હતો. સુશાંત ઓગસ્ટ મહિના સુધીનું ભાડું એડવાન્સમાં આપી ચૂક્યો હતો.

રિપોર્ટ અનુસાર, હેન્ગઆઉટ વિલા નામનું આ ફાર્મહાઉસ મુંબઈથી આશરે 95 કિલોમીટર દૂર આવેલું છે. ફાર્મહાઉસ સુધીનો રસ્તો એટલો સારો નથી, પરંતુ સુશાંત જ્યારે પણ અપસેટ અથવા કોઈ મુશ્કેલીમાં હોય તો ફાર્મઆઉસ આવી જતો હતો. રાહુલે જણાવ્યું કે, તે 2 વર્ષથી સુશાંત સાથે કામ કરે છે અને તેને ક્યારે પણ સુશાંતને ડિપ્રેશન કે મુશ્કેલીમાં નથી જોયો. સુશાંત જ્યારે પણ ફાર્મહાઉસ આવતો તે હંમેશા હસતો રહેતો અને એન્જોય કરતો હતો.

સુશાંત મહિનામાં 3થી 4 વખત હેન્ગઆઉટ વિલા આવતો હતો. ક્યારેક તે અઠવાડિયાંમાં 2થી 3 વાર પણ આવતો હતો. રાહુલના મત પ્રમાણે, સુશાંત ફાર્મહાઉસ જઈને બોટિંગ કરતો હતો. ક્યારેક તે સવારે આવતો અને સાંજે મુંબઈ પરત ફરતો હતો તો ક્યારે રાતે આવતો અને ડિનર ફાર્મહાઉસ પર લેતો હતો. સુશાંતને પ્લાન્ટેશન અને ખેતીનો ઘણો શોખ હતો. ક્યારેક રિયા ચક્રવતી પણ તેની સાથે ફાર્મહાઉસ આવતી હતી.

ગત વર્ષે રિયાનો બર્થ ડે આ જ ફાર્મહાઉસ પર ઉજવાયો હતો. તે વખતે તેના માતા-પિતા અને ભાઈ પણ હાજર હતો. રિયાના કેટલાક મિત્રો પણ પાર્ટીમાં આવ્યા હતા. તે દરમિયાન ફાર્મહાઉસમાં તેમણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હતી અને આખા ચક્રવતી પરિવારે પૂજા પણ કરી હતી. ગત વર્ષે જ્યારે જૂના કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે રાહુલ પણ તેમાં સામેલ હતો. જોકે, બીજા દિવસે તેને પરત બોલાવ્યો હતો. તેને હટાવવામાં સિદ્ધાર્થ પીઠાણી પણ સામેલ હતો.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ સુશાંતના બેંક સ્ટેટમેન્ટની કૉપી સામે આવી હતી. તેમાં સ્પષ્ટ થયું હતું કે, રિયાએ ગત વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સુશાંતના અકાઉન્ટમંથી 5 વાર પૂજા અને પૂજારીને દક્ષિણાના નામે પૈસા ઉપાડ્યા હતા. સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, રિયાએ આ પૈસાનો ઉપયોગ સુશાંત વિરુદ્ધ મેલી વિદ્યા માટે કર્યો હતો. આ અગાઉ પણ સુશાંતની બહેન મીતુ એક નોકરના હવાલે આ દાવો કરી ચૂકી છે કે, રિયા સુશાંત પર બ્લેક મેજિક કરતી હતી.

Related posts

સલમાન ખાને ‘બીઇંગ સ્ટ્રોંગ’ બ્રાન્ડ લોન્ચ કરી

aapnugujarat

Alot can be learnt from Salman : Aayush

aapnugujarat

મૌની રોય ટ્રેડિશનલ ડ્રેસમાં હોટ અંદાજમાં દેખાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1