Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાને ‘બીઇંગ સ્ટ્રોંગ’ બ્રાન્ડ લોન્ચ કરી

સલમાન ખાન તેની એક્ટિંગ ઉપરાંત તેની બોડી બિલ્ડિંગ અને બિઝનેસ વેન્ચર્સ માટે પણ ઘણો જાણીતો છે. ’બીઇંગ હ્યુમન’ બાદ હવે સલમાનની ’બીઇંગ સ્ટ્રોંગ’ બ્રાન્ડ ફિટનેસના સાધનો પણ વેચશે. સલમાન ખાને આ નવા વેન્ચરની શરૂઆત જેરાઈ ફિટનેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને કરી છે. ગયા વર્ષે જ તેણે આ કંપનીના ૧૦૦% મેન્યુફેક્ચરિંગ રાઇટ્‌સ ખરીદી લીધા હતા. તેણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત તેણે આ વેન્ચર સ્ટાર્ટ કર્યું છે. જેરાઈ ફિટનેસ ૨૫ વર્ષથી ફિટનેસન સાધનો બનાવે છે. તે મહિનામાં ૧૦૦થી વધુ જિમને ફિટનેસના સાધનો સપ્લાય કરે છે. અત્યારસુધી જેરાઈ ફિટનેસ ૭૦૦૦થી વધુ જિમને સાધનો સપ્લાય કરી ચૂકી છે.
સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. બીઇંગ સ્ટ્રોંગ ઇન્ડિયાના અકાઉન્ટ પર આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, ’સલમાનનો પહેલો વર્કઆઉટ કરતો વીડિયો. તમે સલમાનની બોડી જોઈ હશે પણ હવે તેને ટ્રેનિંગ કરતા માત્ર બીઇંગ સ્ટ્રોંગ પર જુઓ.’

Related posts

राजकुमार राव शाहरुख खान के फैन हैं

aapnugujarat

માહિરા હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇ વ્યસ્ત

aapnugujarat

પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1