Aapnu Gujarat
મનોરંજન

‘મર્દાની ૨’નાં શૂટિંગનો પ્રારંભ

રાની મુખર્જીએ ૨૭ માર્ચ બુધવારે ’મર્દાની ૨’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૪ની તેની ફિલ્મ ’મર્દાની’ની સિક્વલ છે. આ ફિલ્મ એક પોલીસ ડ્રામા છે. પહેલી ’મર્દાની’ ફિલ્મના રાઇટર ગોપી પુથરન હવે ’મર્દાની ૨’ને ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મનું પ્રોડક્શન રાનીના પતિ આદિત્ય ચોપરાએ સાંભળ્યું છે. ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ રાની ’શિવાની શિવાજી રોય’ તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ હશે જે એક નિર્દય વિલનની પાછળ પડી હોય છે. રાની છેલ્લે ’હિચકી’ ફિલ્મમાં દેખાઈ હતી.
ચંકી પાંડેના ભાઈ ચીક્કી પાંડેનો દીકરો અહાન પાંડે રાનીની ફિલ્મ ’મર્દાની ૨’થી ડેબ્યુ કરી શકે છે. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે તો ’સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’થી ડેબ્યુ કરી રહી છે. અહાન પાંડે શાહરુખ ખાનની દીકરી સુહાના સાથે ઘણી વખત જોવા મળ્યો છે, જેને કારણે તે ચર્ચામાં પણ રહ્યો છે.

Related posts

સલમાનના જન્મદિને ચાહકોએ આપેલ શુભેચ્છા

aapnugujarat

Actress Jennifer Lawrence will star in crime movie ‘Mob Girl’

aapnugujarat

John abraham returns to shoot of upcoming movie ‘Pagalpanti’ after injury

aapnugujarat

Leave a Comment

UA-96247877-1