Aapnu Gujarat
ટેકનોલોજી

સેમસંગ, એપલ ભારતમાં બનાવશે મોબાઇલ ફોન

મોબાઇલ હેન્ડસેટ નિર્માતા કંપનીઓના ગ્રુપ ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને જણાવ્યું છે કે, કંપનીઓએ મોબાઇલ ફોનના ડોમેસ્ટિક નિર્માણનાં સંબંધમાં ઉત્પાદન પ્રોત્સાહન યોજના (પીએલઆઈ) અંતર્ગત ૧૧૦૦૦ કરોડ રૂપિયાના નિવેશની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જેનાથી દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન વધીને અઢી ગણુ થવાનું અનુમાન છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન એપલ, ફોક્સફોન, વિસ્ટ્રોન, લાવા વગેરે કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનારી પ્રતિનિધિ સંસ્થા છે.સેમસંગ, વિસ્ટ્રોન, પેગાટ્રોન, ફોક્સકોન અને હોન હે જેવી વૈશ્વિક કંપનીઓની સાથે લાવા, ડિક્સોન, માઇક્રોમેક્સ, પેજેટ ઇલેક્ટ્રોનિક્સ, સોજો, યુટીએલ અને ઓપ્ટિમસ જેવી ડોમેસ્ટિક કંપનીઓ અંતર્ગત પીએલઆઇ અંતર્ગત અરજી કરી છે.
આ કંપનીઓએ આવતા પાંચ વર્ષમાં ૧૧ લાખ કરોડ રૂપિયાના મોબાઇલ ફોન બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. આઈસીઈએ પ્રમાણે આ કંપનીઓનાં ડોમેસ્ટિક નિર્માણ કરશે તેનાથી દેશમાં ૨૭.૫ લાખ કરોડ રૂપિયાના મૂલ્યના મોબાઇલ ફોન ઉત્પાદન કરવાનું અનુમાન છે.દૂરસંચાર અને સૂચના મંત્રી રવિ શંકર પ્રસાદે જાહેરાત કરી છે કે, પીએલઆઈ અંતર્ગત દેશી-વિદેશી કુલ ૨૨ કંપનીઓએ અરજી કરી છે. આનાથી આશરે ૧૨ લાખ લોકોને રોજગારની તક મળશે. તેમણે જણાવ્યુ કે, સરકારના ૪૧૦૦૦ કરોડ રૂપિયાના ઉત્પાદનથી પ્રોડક્શન લિંક્ડ ઇનસેન્ટિવ સ્કીમ અંતર્ગત કરાવ્યા છે.આઈસીઈના ચેરમેન પંકજ મહિન્દ્રૂએ એક નિવેદનમાં કહ્યું કે, પીએલઆઈ અંતર્ગત કંપનીઓએ કુલ ૧૧૦૦૦ કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આમાં ૧૧.૫૦ લાક કરોડ રૂપિયાના મોબાઇલ ફોનનું નિર્માણ કરવામાં આવશે. આનાખી આશરે ત્રણ લાખ પ્રત્યક્ષ રોજગાર ઉત્પન્ન થશે. આને તેમણે સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યોને મેળવવાની પ્રતિબદ્ધતા જણાવી.

Related posts

એલોન મસ્કે ટ્વિટરને $ 41 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી

aapnugujarat

लेह को जम्मू-कश्मीर का हिस्सा दिखाने पर केंद्र सरकार ने ट्विटर को भेजा नोटिस

editor

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ

editor

Leave a Comment

UA-96247877-1