Aapnu Gujarat
બિઝનેસ

કોરોનાની મહામારીને પગલે ગત વર્ષ કરતા 30 ટકા વધુ રાખડી પોસ્ટ થકી મોકલાવાઈ

આ વર્ષ એટલે કે 2020 ખરાબ રહ્યું છે તેમાં પણ તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.. કોરોનાની અસર રક્ષાબંધન પર જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે, બહેનો ગમે ત્યાં હોય રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જરૂરથી આવી જાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના પગલે બહેનો રાખડી બાંધવા માટે જઈ શકે તેમ નથી. અને કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવુ પણ જરૂરી છે.

ત્યારે આ વર્ષે ઘણી બહેનોએ ભાઈને રાખડી બાંધવા ઘરે જવાને બદલે પોસ્ટ દ્વારા રાખડી મોકલી આપી છે. જેના કારણે પોસ્ટ દ્વારા રાખડી મોકલનારાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 25થી 30 ટકા જેટલો વધારો થયો છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં દરરોજ સરેરાશ 800થી 1000 લોકો સાદી તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલી રહ્યા છે. જ્યારે ગત વર્ષે આ સંખ્યા 500થી 700 હતી.

વિદેશમાં રાખડી મોકલવા બહેનોને વધુ ચાર્જ ચુકવવો પડ્યો છે. અમદાવાદથી દર વર્ષે વિશ્વના 20થી 22 દેશોમાં સાદી ટપાલથી કે સ્પીડ પોસ્ટથી 6 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો ચાર્જ ચુકવી રાખડી મોકલવામાં આવતી હતી. આ વર્ષે કોરોના મહામારીના પગલે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી સાદી ટપાલ દ્વારા વિશ્વભરમાં રાખડી મોકલી શકાઈ નથી. જેના કારણે ભારત બહાર રાખડી મોકલવા માટે બહેનોને ફરજિયાત સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવી પડી છે. જેના માટે 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો ચાર્જ પણ ચુકવવો પડ્યો છે.

સોમવારે રક્ષાબંધન પહેલા પોસ્ટ કરાયેલી રાખડીઓ ભાઈઓ સુધી પહોંચી જાય તે માટે પોસ્ટ વિભાગ દ્વારા રવિવારે પણ પોસ્ટ ઓફિસો ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

Related posts

શિપિંગ મંત્રાલયે ૧ લાખથી વધુ ખલાસીગણ (ક્રૂ) માટે પરિવર્તનની પ્રક્રિયા ભારતીય બંદર અને ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સ દ્વારા સુગમ બનાવી

editor

સેન્સેક્સમાં ૩૮૬ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

भारत ने कम कर ली चीन के साथ समृद्धि की खाई : स्टडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1