Aapnu Gujarat
ગુજરાત

ગોધરાના ડીવાયએસપીરમેશ દેસાઈને મળ્યો ડીજીપી ચંદ્રક

ગોધરાના ડીવાયએસપી રમેશકુમાર દેસાઈને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડીજીપી ચંદ્રક અર્પણ એનાયત કરવામાં આવ્યો છે. પંચમહાલ પોલીસ કર્મી અને અધિકારીઓ તરફથી તેમને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. હાલમાં રાજયના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં ખંતપૂર્વક અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, તેવી જ રીતે તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઈ આંદોલન કે કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. પોલીસની આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા એક નવો પદક આપવાની પહેલ કરવામાં આવી છે ત્યારે ગોધરાના ડીવાયએસપી રમેશકુમાર આઈ. દેસાઈને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડીજીપી ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો છે. રાજયના પોલીસ દળમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ માટેના આ ખાસ પોલીસ ચંદ્રકને ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક તરીકે ઓળખવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

बुलेट ट्रेन भूमि अधिग्रहण को आखिर में हाईकोर्ट की मंजूरी

aapnugujarat

બાર કાઉન્સીલની ચૂંટણીમાં મતદાન વેળા વીડિયો રેકોર્ડિંગ, બુથ પર સીસીટીવી માટે માંગ

aapnugujarat

अंबाजी मेले में भक्तों की भारी भीड़ बनी रही

aapnugujarat

Leave a Comment

UA-96247877-1