Aapnu Gujarat
Uncategorized

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સામગ્રી:-

– અઢીસો ગ્રામ સફેદ ઢોકળાંનો લોટ (ચોખા બસો ગ્રામ + અડદની દાળ પચાસ ગ્રામ. બન્નેને કકરાં દળી લેવાં.)
– અઢીસો ગ્રામ દાહીં
– સ્વાદ મુજબ મીઠું
– વાટેલા આદુ મરચા- પોણી ચમચી સોડા
– ત્રણ ચમચી તેલ
– મરીનો કકરો ભૂકો

બનાવવાની રીત:-

ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરવું.. છ કલાક તડકામાં મુકવું. જેનાથી આથો આવે. પછી તેમાં તેલ, મીઠું, વાટેલા આદુ-મરચા અને સોડા નાંખી ખીરાને ખૂબ જ હલાવવું.. ઢોકળાંના કુકરમાં પાણી રેડી વરાળ આવે એટલે થાળીમાં થોડું ખીરું નાંખી ઉપર મરીનો ભૂકો જરા ભભરાવવો.. પાંચ મિનિટ માટે તેને વરાળમાં બફાવા દો અને ઠંડા પડે એટલે શક્કરપારા આકારના કટકા કરવા પછી તેને લીલી ચટણી જોડે પીરસો..

Related posts

કુંવરજીને હરાવવા નાકિયાને ઈન્દ્રનીલનો મજબૂત ટેકો!

aapnugujarat

વેરાવળમાં વીજ કરંટ લાગતાં ત્રણનાં મોત

aapnugujarat

વેરાવળના ઉદ્યોગપતિ જગદીશ ફોફંડીનું સી ફુડ એક્સપોર્ટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદે નિમણૂંક થતાં સન્માન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1