Aapnu Gujarat
Uncategorized

વેરાવળના ઉદ્યોગપતિ જગદીશ ફોફંડીનું સી ફુડ એક્સપોર્ટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદે નિમણૂંક થતાં સન્માન કરાયું

જગદીશ ફોફંડી વેરાવળ ના યુવા ઉદ્યોગપતિ ને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના પુર્વ પ્રમુખ ની સી ફુડ એક્સપોર્ટસ એસોસીએશન ઓફ ઈન્ડિયા ના પ્રમુખ પદે નિમણૂંક થતા ગુજરાત સી ફુડ એક્સપોર્ટસ એસોસીએશન તથા વેપારી એસોસિયેશન દ્વારા સન્માન સમારોહ યોજાયો
પ્રથમ વખત ગુજરાતીની નિમણૂંક ઓલ ઈન્ડિયા સી ફુડ એક્સપોર્ટસ એસોસીએશન ઓફ ઈન્ડિયાના ગૌરવવંતુ સ્થાન પ્રમુખ પદના સ્થાન પર વેરાવળના યુવા સી ફુડ એક્સપોર્ટસ ઉદ્યોગપતિને મળતા સમગ્ર વેરાવળ ને ગુજરાતભરનાં ફીશ ઉદ્યોગપતિઓ તથા વેરાવળ, પોરબંદર, માંગરોળના માછીમાર સમાજના અગ્રણીઓ, સાંસદ રાજેશ ચુડાસમા, પુર્વ મંત્રી જસાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજસીભાઈ જોટવા, ગુજકોના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, ગુજરાત રાજ્ય ટુરીઝમ ડાયરેક્ટર ઝવેરીભાઈ ઠકરાર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, ચીફ ઓફિસર જતીન મહેતા, ઇન્ડિયન રેયોનના હેડ ડાંગર, વેરાવળ એજ્યુકેશન સોસાયટીના ચીમનભાઈ અઢીયા, સંસ્કૃત યુનિવર્સિટીના ચાન્સેલર ગોપબંધુ મિશ્રા, ગુજરાત સી ફુડ એક્સપોર્ટસ એસોસીએશનના પ્રમુખ પિયુષ ફોફંડી તેમજ વેરાવળની વિવિધ સામાજીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ એસોસિયેશનો, ભીડીયા ખારવા સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓને પત્રકારો અને વેરાવળને આસપાસના શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા વેપ્કો પ્રાર્થના હોલ, જે. પી. સ્કૂલ, વેરાવળમાં જગદીશ ફોફંડીનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહનું આયોજન પિયુષ ફોફંડી (પ્રમુખ કમિટિ મેમ્બર) સી ફુડ એક્સપોર્ટસ એસોસીએશન ગુજરાત રિજીનોલ તથા રિતેશ ફોફંડી તેમ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ હતું જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ શહેરનાં શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જગદીશ ફોફંડી પુષ્પગુચ્છ તથા શાલ તથા મેમોન્ટો આપી સન્માન કરાયું હતું.
ખારવા સમાજનું સમગ્ર ભારતમાં ગૌરવ વધારવા બદલ સમસ્ત ખારવા સમાજ (સાગરપૂત્ર ફાઉન્ડેશન) દ્વારા સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

ટાઇગર શ્રોફ સાથે કૃતિ સનુન ફરી નજરે પડશે : અહેવાલ

aapnugujarat

रांचरडा गांव में स्थित एक फार्म हाउस में बापूनगर के युवक की रहस्यमय मौत हुई

aapnugujarat

બનાસકાંઠા જિલ્લામાં ૩,૩૬૫ આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ સાથે શરુ

editor

Leave a Comment

UA-96247877-1