Aapnu Gujarat
ગુજરાત

દેલવાડાના ખેડૂતે ગાયો માટે ખેતર ખુલ્લુ મૂક્યું

વર્તમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે મનુષ્ય તો પીડાઈ રહ્યો છે પણ પશુ પક્ષીઓની પણ દયનીય હાલત થઈ છે. આ મહામારીમાં સંસ્થાઓ ,વિવિધ ગ્રુપો, તેમજ સેવાભાવી લોકો ગરીબ લોકોની મદદે આવ્યા હતા ત્યારે આજે વાત કરવી છે ગાય માતાના ભક્તની, અત્યારે ગાય માતા માટે હજારો ભક્તો ગાય માતાને બચાવવા માટે પોતાનો જીવ પણ દાવ પર મુકવા તૈયાર છે કેટલાય લોકો આજે ગાય માતાની સેવા કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામે રહેતા એક ખેડૂત જેમનું નામ છે દેવરામભાઈ જોષી ખરેખર ગાય માતાના સાચા ભક્ત છે. દેવરામ જોશીએ પોતાના ત્રણ વીઘા ખેતરમાં ઉભુ લીલું ઘાસ ગાયો માટે લઈ જવા માટે આહ્વાન કર્યું છે. જોકે દેવરામ જોશીએ જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારી અને લોકડાઉનમાં ગાયો માટે ઘાસચારો ઓછો મળે છે ત્યારે દિયોદર તાલુકાની ગૌશાળાઓ જેવી કે દિયોદર ગજાનન ગૌશાળા, મોજરુ નકળંગ ગૌ શાળા, સણાદર આશ્રમ, ભેસાણા ગૌ શાળા સહિત દિયોદર તાલુકાની જેટલી ગૌશાળાઓ તેમજ પાંજરાપોળ છે, એમને મેં કોલ તેમજ મેસેજ કરી અને ઘાસચારો લઈ જવા માટે કહ્યું છે. વાત કરીએ વધુમાં દેવરામ જોશીની તો એક સેવાભાવી વ્યક્તિત્વ છે. માત્ર ગાય માતાઓ માટે નહીં પણ જ્યાં પણ સેવાની જરૂર હોય છે ત્યાં પોતે હાજર થઈ જાય છે. પોતાનું પાણીનું ટેન્કર પણ સેવા માટે પૂરું પાડી રહ્યા છે ખરેખર આવા સેવાભાવી વ્યક્તિત્વને સલામ છે. દેવરામ જોશીના ખેતરમાં ગૌશાળા માટે ઘાસ ચારો લેવા માટે ટેક્ટર પણ પહોંચ્યા હતા. ગૌ શાળાના સંચાલકોએ પણ દેવરામભાઈ જોશીેની કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો, ખરેખર દેવરામ જોશી એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. દેવરામ જોશી દ્વારા કરવામાં આવેલી કામગીરી એક સરાહનીય કામગીરી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

દિયોદરના લુદ્રા ગામમાં રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું સન્માન કરાયું

aapnugujarat

HSRP નંબર પ્લેટની અવધિ ૩૧ જુલાઈ સુધી વધી

aapnugujarat

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મક્તુપુર અને ખેરાલુના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

editor

Leave a Comment

UA-96247877-1