Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની ટોપ-50 કંપનીઓના લિસ્ટમાં સામેલ !

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે દુનિયાની 50 સૌથી વેલ્યૂડ કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે 13 લાખ કરોડ રૂપિયાના બજાર પૂંજીકરણ વાળી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. તેલથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીમાં વેપાર કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દુનિયાની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓના લિસ્ટમાં 48માં સ્થાને પહોંચી ગઈ છે.

આ લિસ્ટમાં સાઉદી અરામકો ટોચના સ્થાને છે. જેનું કુલ માર્કેટ કેપ 1.7 લાખ કરોડ ડોલર છે. આ પછી એપલ ઇંક, માઇક્રોસોફ્ટ, અમેઝોન ઇંક અને અલ્ફાબેટ જેવી દિગ્ગજ કંપનીઓના નામ છે.
દુનિયાની કેટલીક અન્ય કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ કેપ શેવરોન કોર્પોરેશન, ઓરેકલ, યૂનિલીવર, બેંક ઓફ ચાઇના, BHP ગ્રૂપ, રોયલ ડચ શેલ અને સોફ્ટબેંક જેવી કંપનીઓના માર્કેટ કેપથી વધારે છે. એશિયાની સૌથી વધારે માર્કેટ કેપવાળી કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ 10માં સ્થાને છે.
મહત્વની વાત તો એ છે કે તેલથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીમાં વેપાર કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દુનિયાની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓના લિસ્ટમાં 48માં સ્થાને પહોંચી ગઈ છે.

Related posts

IL&FS મેનેજમેન્ટ પર સરકારનો કબજો

aapnugujarat

नेशनल इंफ्रा पाइपलाइन के लिए 102 लाख करोड़ का होगा निवेश

aapnugujarat

સોનાના ભાવમાં ઉછાળો : થોડા મહિનામાં જ 66,000ના લેવલને પાર કરે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1