Aapnu Gujarat
ટેકનોલોજી

વ્હોટ્સએપમાં જોવા મળી શકે છે જોરદાર ફિચર, જાણો સમગ્ર માહિતી

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મલ્ટિપલ ડિવાઈસ લોગ ઈન ફીચર ‘લિંક્ડ ડિવાઈસ’ જોવા મળી શકે છે. વ્હોટ્સએપન સમાચારોને ટ્રેક કરતી WABetaInfo રિપોર્ટ અનુસાર આ વાત સામે આવી છે.
ઉલેખનયી છે કે , QR કોડ સપોર્ટ, એનિમેટેડ સ્ટીકર્સ સહિતના ફીચર લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ તેનું એક નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. જે મલ્ટિપલ ડિવાઈસ લોગ ઈન તરીકે કામ કરવાનું છે


WABetaInfo દ્વારા મળેલ માહિતી અનુસાર વ્હોટ્સએપના એન્ડ્રોઈડ 2.20.196.8 બીટા વર્ઝનના કેટલાક ડિવાઈસમાં ‘લિંક્ડ ડિવાઈસ’ ફીચર જોવા મળ્યું છે. હાલ કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર તેનાં વ્હોટ્સએપ અકાઉન્ટને એકસાથે મલ્ટિપલ ડિવાઈસમાં ઉપયોગ કરી શકે છે.
આ નવાં ફીચરની મદદથી યુઝર એકસાથે 4 ડિવાઈસ પર એક્ટિવ રહી જુદી જુદી એક્ટિવિટી કરી શકે છે, પરંતુ કોઈ એક ડિવાઈસના એક્શનના પરિણામ તમામ ડિવાઈસ પર એકસરખા મળશે. દા.ત:-જો કોઈ એક ડિવાઈસમાં યુઝરે કોઈ ચેટ ડિલીટ કરી છે તો અન્ય 3 ડિવાઈસમાંથી પણ તે આપમેળે ડિલીટ થઈ જશે.
હાલ વ્હોટ્સએપમાં એક જ લોગ ઈન ડિવાઈસ સપોર્ટ છે. અર્થાત યુઝર મોબાઈલમાં વ્હોટ્સએપ વેબ દ્વારા એક જ PC/લેપટોપ પર લોગ ઈન કરે છે. મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર માટે વ્હોટ્સએપ 1 વર્ષથી કામ કરી રહી છે

Related posts

एप्पल भारत में खोलेगा ऑनलाइन स्टोर

editor

पेटीएम की गूगल को चुनौती

editor

US-elections : गूगल ने हटाए मतदान, चुनाव से संबंधित भ्रामक विज्ञापन

editor

Leave a Comment

UA-96247877-1