Aapnu Gujarat
Uncategorized

2021 સુધી કોરોનાની વેક્સીન બનવાની આશા નથી- WHO, જાણો સમગ્ર ઘટના

કોરોનાનો કાળ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે જયારે તમામ દેશો કોરોનાની વેક્સીન બનાવા પાછળ રિસર્ચ કરી રહ્યા છે જયારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે, વર્ષ 2021 પહેલા વેક્સીન બનવાની આશા નથી. જો રિસર્ચને વેક્સીન બનાવવામાં સફળતા પણ મળી જાય તો પણ આગામી વર્ષની શરૂઆતના દિવસોમાં સુધી તો તેની ઉપલબ્ધતા અંગે આશા રાખી ન શકાય.  WHOના કાર્યકારી નિર્દેશક માઇક રેયાને કહ્યું કે વેક્સીન બનાવવામાં ભલે થોડો સમય લાગે પરંતુ સુરક્ષા માપદંડમાં કોઇ બાંધછોડ ન થવી જોઇએ. 

જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેક્સીન પહેલા લાવવા માટે અમારી સરકાર ચીન સહિત ઘણા દેશો સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સારું કામ કરી રહ્યું છે. અપેક્ષા કરતા તે રસી વહેલી આવવાની સંભાવના છે. તે લોકો સુધી તરત જ પહોંચાડવામાં આવશે, કારણ કે અમેરિકાની સેના તેને વહેચવામાં મદદ કરશે. જયારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે, વર્ષ 2021 પહેલા વેક્સીન બનવાની આશા નથી.

Related posts

બોટાદના પ્રહલાદનગર ગામમાં યુવાનની હત્યા

editor

मोरबी : हार्दिक पटेल ने किशोर चिखलिया को भेजा नोटिस

editor

ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી અક્ષર પ્રકાશદાસ પર હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1