Aapnu Gujarat
ગુજરાત

કરાલી ગામમાં પાંચ મકાનો બળીને ખાખ

પાવીજેતપુર તાલુકાના કરાલી ગામે પટેલ ફળિયામાં બપોરના સમયે એકાએક આગ લાગતાં એક સાથે આવેલા પાંચ મકાનો આગમાં બળી જવા પામ્યા હતા જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકામાં કરાલી ગામે પટેલ ફળિયામાં રહેતા સુરજનભાઈ નારસિંગભાઈ કોલચાના મકાનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના લોકો બૂમાબૂમ કરી દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુ રહેતા ઠાકોરભાઈ મોતીભાઈ રાઠવા, શંકરભાઈ મોતીભાઈ રાઠવા , શૈલેષભાઈ જવાહરભાઈ કોલી હસમુખભાઈ હરિયાભાઈ કોલચા્‌ના મકાનોમાં પણ આગ લાગી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચેય મકાનોની ઘરવખરી, મોસ્ટીમાં ભરેલા અનાજ તેમજ ચાર મહિના ચાલે તેટલું ભરેલ ઢોરોનું બાટુ તમામે તમામ બળીને ખાખ થઇ ગયા હતા. આ સમયે પાવીજેતપુર ,બોડેલી, છોટાઉદેપુરથી પાણીના બમબા બોલાવી મહામુસીબતે આગ ઉપર કલાકોની મહેનત બાદ કાબુ મેળવ્યો હતો. આગ ઉપર કાબુ મેળવાય ત્યાં સુધી આ પાંચે મકાનની ઘર વખરી, અનાજ, પતરા, લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર

editor

પરશુરામ જન્મ જયંતિ અને ઇદના તહેવાર નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

aapnugujarat

ફરી એકવાર કોરોના વાયરસે ગતિ પકડી : અમદાવાદમાં એક દર્દીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1