Aapnu Gujarat
શિક્ષણ

એફ.ડી.પ્રાથમિક શાળા સેનેટાઈઝ કરાઈ

અમદાવાદના મકતમપુર વિસ્તારમાં આવેલી એફ.ડી.પ્રાથમિક શાળા, મકતમપુર, ગુજરાતી માધ્યમ અત્રેની સંસ્થામાં બેબી કોલેજના ૧૦ વર્ગો પ્રાથમિક શાળા ધો. ૧ થી ૮ના ૪૦ વર્ગો કુલ ૫૦ વર્ગો આચાર્યશ્રી ઓફિસ સુપરવાઈઝર ઓફિસ, ફી બારી, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર રૂમ, ગ્રાઉન્ડમાં સેનેટાઈઝ છંટકાવ કરવામાં આવ્યું હતું તથા ૧૦૦ જેટલા શિક્ષકોને ઉકાળો, હોમિયોપેથિક, આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન દરેક શિક્ષકો હાજર રહ્યાં હતાં. સ્કૂલ આચાર્ય શ્રીમતી શબાબબાનુ, વારીસહુસૈન તરફથી સર્વ મહેમાનોને ખૂબ ખૂબ આભાર માન્યો હતો.આ કાર્યક્રમ શહેર કોંગ્રેસ સોશ્યલ મિડિયા એક્ઝીક્યુટીવના કમિટિ મેમ્બર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ઝરીયા – એ – દુવા મેમ્બર – મિલન વાઘેલા તથા ફરહાના ફઠાણ હાજરી આપી હતી. સાથે સાથે અ.મ્યુ.કો. તથા આયુષ નિયામકની કચેરી ગાંધીનગર તેમજ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, અમદાવાદ સહયોગથી સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનુ જમાલપુરના સહકારથી પૂરા પાડ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા નિયમો વધારે કડક બનાવ્યા

aapnugujarat

ડી.પી.એસ.-બોપલના વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ વેબ સીરિઝ શરૂ કરી – ‘ગાંધીજી @ 150’

aapnugujarat

સીએના ૫૨૯ સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1