Aapnu Gujarat
શિક્ષણ

ડી.પી.એસ.-બોપલના વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ વેબ સીરિઝ શરૂ કરી – ‘ગાંધીજી @ 150’

કેલોરેક્સના હિસ્સારૂપ, દિલ્હી પબ્લિક સ્કૂલ -બોપલે  આજે  મહાત્મા ગાંધી ઉપર ઈન્ટર્વ્યુ વેબ સિરીઝ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઈન્ટરવ્યુ  વેબ સિરીઝ ‘Gandhiji@150’ નો કન્સેપ્ટ અને નિર્માણ સંપૂર્ણપણે દિલ્હી પબ્લિક સ્કૂલ -બોપલના ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓની બનેલી ટીમ  મારફતે તૈયાર કરવામાં આવ્યુ છે, જે મહાત્મા ગાંધીજીના પ્રેરણાત્મક જીવન  અને સંદેશ ની રજૂઆત વડે એક અંજલી સમાન બની રહેશે. તેનો પ્રારંભ  તા. 2 ઓકોટોબર, 2018ના રોજ,   કે જે દિવસે મહાત્માના જન્મના 150મા વર્ષે આવતી  ગાંધી જયંતી પ્રસંગે કરવામાં આવશે. આ સિરીઝનો પ્રથમ ઈન્ટરવ્યુ નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી  શ્રી  વિવેક દેસાઈનો રહેશે. આ અનોખી પહેલનો પ્રારંભની જાહેરાત ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા એક સાદા સમારંભમાં ગુજરાત વિદ્યાપીઠના વાઈસ-ચાનેસેલર શ્રી અનામિક શાહ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જે મહાનુભવો હાજર હતા તેમાં ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર શ્રી રાજેન્દ્ર ખીમાણી, ગુજરાત કુમાર વિનય મંદીરના પ્રિન્સિપાલ  શ્રીમતી જસુમતીબેન પટેલ , દિલ્હી પબ્લિક સ્કૂલ -બોપલના પ્રિન્સિપાલ શ્રી સુરેન્દ્ર પી. સચદેવા તથા કેલોરેકસ ગ્રુપના જનરલ મેનેજર, એકેડેમિક્સ શ્રીમતી ઉઝમા આમીરનો સમાવેશ થતો હતો.

માત્ર વિદ્યાર્થીઓની બનેલી ડીપીએસ- બોપલની આ નાનકડી ટીમ મારફતે મહાત્મા ગાંધીજી અને  ગાંધીવાદી વિચારધારા અંગે  ઉપર 12 ઈન્ટર્વ્યુની સિરીઝ દ્વારા પ્રકાશ ફેંકવામાં આવશે. મુલાકાત આપનારને ગાંધીજીના સંદેશની વર્તમાન સંદર્ભમાં સુસંગતતા અંગે, ગાંધીજીના જીવને તેમને કેવી પ્રેરણા આપી તે અંગે તથા  ગાંધીવાદી વિચારધારાનાં મૂલ્યો  કેવી રીતે આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક સંવર્ધન કરી  શકે તે અંગે   તેમના અભિપ્રાયો જણાવવા માટે કહેવામાં આવશે. આ ઈન્ટરવ્યુ  વેબ સિરીઝ ‘Gandhiji@150’એ બાબત ફંફોસવા પ્રયાસ કરશે કે ગાંધીજીની વિચારધારા આપણને કેવી રીતે અસર કરતી રહે છે.  આ વેબ સિરીઝનો પ્રથમ એપિસોડ તા. 2 ઓકટોબર, 2018ના રોજ યુ ટ્યુબ(www.youtube.com/calorx foundation) ઉપર રજૂ થશે અને તે પછીના એપિસોડ દર પખવાડીયે રજૂ થતા રહેશે.

કેલોરેક્સનાં એમડી અને સીઈઓ ડો. મંજૂલા પૂજા શ્રોફ જણાવે છે કે “આ વર્ષે એપ્રિલમાં અમે જયારે ડીપીએસ બોપલના 2000થી વધુ વિદ્યાર્થી માટે “ગાંધી પરિક્ષા” નુ સંચાલન કર્યું ત્યારે અમે આવી કામગીરી કરનાર ગુજરાતની પ્રથમ સ્કૂલ બન્યા હતા. એ સમયે અમે બાળકોના માનસમાં જે બીજ રોપ્યાં હતાં  તે હવે ફળમાં પરિણમ્યાં છે અને વિદ્યાર્થીઓએ આ પડકારયુક્ત પહેલ જાતે ઉપાડી લીધી છે.  એ બાબત જોઈને આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ ગાંધી મૂલ્યોની ભાવનાને  પોતાના નાનકડા પ્રયાસ વડે આગળ ધપાવવા તત્પર છે અને અને એ જાણવાનુ કુતૂહલ પણ ધરાવે છે કે ગાંધીજી અને તેમની વિચારધારાએ સમાજના તમામ વર્ગોના વ્યક્તિત્વને કેવી રીતે આકાર આપ્યો છે.  ગાંધીજીના 150મા જન્મ દિવસ પ્રસંગે અમારી કેલોરેકસની તમામ શાળાઓ  વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે ને એ રીતે  ઉજવણી જ નહી પણ સમગ્ર વર્ષ દરમ્યાન  ગાંધી વિચારનો પ્રચાર પણ કરશે.   “

Related posts

કેનેડામાં કામ શોધવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે

aapnugujarat

शिक्षा बोर्ड ने परीक्षा फीस में १० फीसदी की वृद्धि की

aapnugujarat

૮મીથી રાજયમાં ધોરણ ૩-૮ની પરીક્ષા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1