Aapnu Gujarat
Uncategorized

અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષની તાલીમની અરજીઓ મંગાવાઈ

રાજ્યના અને ગીર સોમનાથ જિલ્લાના અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવવા માટે રાજ્ય સરકાર દ્રારા એડવેન્ચર કોર્ષની સાત દિવસીય તાલીમ યોજવામાં આવનાર છે. આ તાલીમ ઓક્ટોમ્બર-૨૦૧૮માં માઉન્ટ આબુ ખાતે યોજવામાં આવશે. આ તાલીમમા ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક પુરી પાડવામાં આવશે. અનુસુચિત જાતિ અને અનુ.જન જાતિના ભાગ લેવા ઈચ્છતા બાળકો તા.૩૧-૧૨-૨૦૧૮ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા હોવી આવશ્યક છે. તેઓએ અરજી www.sycd.gujarat.gov.in વેબસાઈટ પરથ ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમતગમત  અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એસ.૨૧/ બીજો માળ, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, જિલ્લો બનાસકાંઠાને તા.૩૦-૦૯-૨૦૧૮ સુધીમાં મોકલી આપવાની રહેશે. પસંદ થયેલ બાળકોને પત્ર/મોબાઈલ કે ઈ-મેઈલ દ્રારા જાણ કરવામાં આવશે. આ તાલીમમા નિવાસ, ભોજન, પરિવહન ખર્ચ તેમજ સરકારશ્રી દ્રારા પ્રમાણપત્ર આપવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં.૯૭૩૭૧૬૫૫૪૪ તેમજ ઈ-મેઈલ dsobanaskantha06@gmail.com ઉપર સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

એસ.ટી.ડેપો કર્મચારી મંડળ તેમજ મજુર મહાજન યુનિયન દ્વારા ઉભેલા ઉમેદવારની ચૂંટણીમાં જીત

editor

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણીના અધયક્ષ સ્થાને ગટરમા સફાઈ કરાવી

aapnugujarat

મોરબી જિલ્લાના બગથળામાં ચાલતા જળસંચયના કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1