Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાય છે. હાલ અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો માસ્ક ન પહેરવા બદલ દંડ ભરે છે.

અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ રૂ.200નો દંડ વધારીને રૂ. 500 કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે.

હાલમાં સમગ્ર દેશમાં માસ્ક ન પહેવા પરના દંડની રકમ સૌથી ઓછી ગુજરાતમાં લેવામાં આવે છે. જેની સાથે તામિલનાડુમાં સૌથી વધુ 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વેલાવામાં આવે છે.

Related posts

ડીસામાં પ્લાસ્ટિક મુક્ત ભારત – ઈકો ફ્રેન્ડલી. ગરબા શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસા અને અર્બુદા વિદ્યાલયનાં સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ યોજાયો

aapnugujarat

લીંબડીના પાંદરી ખાતે વિધવા સહાય માટેના હુકમ અર્પણ

editor

કાલુપુર સ્ટેશન ઉપર પાર્કિંગ ચાર્જની સીસ્ટમથી નારાજગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1