Aapnu Gujarat
રમતગમત

અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો ટ્રોલ થયો વિરાટ કોહલી

સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારત પણ આ સંકટનો સામનો કરી રહ્યું છે. તેમજ ટીવી અને બોલિવુડ કલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.. દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમિતાભ બચ્ચનને શનિવાર મોડી રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 77 વર્ષિય અભિતાભ બચ્ચને ટ્વિટ કરી પોતાના કોરોના સંક્રમિત થવાની જાણકારી આપી હતી. ત્યારબાદ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી પણ તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરવા લાગ્યા.

પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ ટ્વિટ કરીને કહ્યું કે, આ મુશ્કેલ રાત છે. ચેતન ચૌહાણે પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને બિગ બી પણ. સર તમે ઝડપથી સજા થઈ જાઓ.

જોકે, અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના કરનારા પ્રશંસકોમાં કેટલાક લોકો એવા પણ છે જેઓએ વિરાટ કોહલી પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું. બીગ બી કોરોનાગ્રસ્ત થવાના સમાચાર મળતાં જ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વિટ કર્યું કે, અમીતજી આપ ઝડપથી સાજા થઈ જાઓ. પાકિસ્તાનથી પણ આપના પ્રશંસકો દુઆ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વહેલી તકે સાજા થઈ જાય તે માટે ઈરફાન પઠાણ અને સુરેશ રૈનાએ પણ પ્રાર્થના કરી.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને ટ્વિટમાં લખ્યું હતું કે, હું કોરોના પોઝિટિવ છું. ત્યારબાદ હું હૉસ્પિટલમાં દાખલ છું. હૉસ્પિટલ દ્વારા પ્રશાસનને સૂચિત કરવામાં આવી રહ્યા છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ થઈ ચૂક્યા છે અને તેમના તપાસ રિપોર્ટ આવવાના છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને મારી વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.

Related posts

Lalchand Rajput may get the responsibility of the Indian batting coach ..!

aapnugujarat

ટેસ્ટ ક્રિકેટ આકર્ષક બનાવવી જોઈએ, વન-ડે નિરસ થઈ રહી છે : સચિન તેંડુલકર

aapnugujarat

टी20 में स्पिनरों की भूमिका अहम : सुंदर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1