Aapnu Gujarat
ગુજરાત

લુદ્રા ગામમાં ઉકાળાનું વિતરણ

દિયોદર તાલુકાના લુદ્રા ગામે બે દિવસ પહેલા બે સાગા ભાઈઓને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સાબદુ થઈ ગયું છે. દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ વ્યાસના મર્ગદર્શન હેઠળ લુદ્રા ગામે કન્ટેનમેન્ટ એરિયામાં આરોગ્યની ટીમ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લુદ્રા અને શામલા વિભાગની આરોગ્ય ટીમ ઘરે ઘરે ફરીને આરોગ્ય તપાસણી કરી રહ્યા છે. આરોગ્ય ટીમ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ છે. આરોગ્ય ટીમને ગામ લોકોએ સુંદર કામગીરી બદલ બિરદાવી હતી.ઉકાળા વિતરણ કાર્યક્રમમાં સરપંચ પીરાજી ઠાકોર, ઉપ સરપંચ રામાભાઈ રબારી, એસઆઈ પ્રહલાદભાઈ, હસમુખ જોશી તેમજ આરોગ્ય વિભાગની હેલ્થ વર્કરો હાજર રહી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સાબરકાંઠાના ૯૧૧ ગામોમાંથી ૪૫૦૦ રાખડીઓ જવાનોને વિજય સૂત્ર રૂપે મોકલાશે

editor

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

शहर के प्रदूषण के स्तर में अचानक दर्ज की गई कमी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1