Aapnu Gujarat
ગુજરાત

એએમસી આરોગ્ય વિભાગ પર ઉઠ્યા સવાલ, દવાના જથ્થાનોનિકાલ કરવાનો આરોપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં અપાતી દવાઓનો જથ્થો બિન અધિકૃત રીતે રસ્તા પર મળી આવ્યો છે. એક્સપાયરી થયેલી દવાઓ જથ્થો બાયોમેડિકલ વેસ્ટ નિયમ અનુસાર નહી પરંતુ જાહેર રસ્તા પર ફેંકી દેતા આરોગ્ય અધિકારી પર સવાલ ઉઠ્યા છે. ગોમતીપુરના કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખે કમિશનર મુકેશ કુમારને પત્ર લખી જવાબદાર અધિકારી સાથે કાર્યવાહી કરવા માંગ કરી છે.
ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યુ હતુ કે, એએમસી આરોગ્ય અધિકારી, પૂર્વ ઝોન નાયબ હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીની બેદરકારીના પગલે આ દવાઓ રસ્તાઓ ફેંકી દેવામાં આવી છે. આ અગાઉ ફિલ્ડમાં કે રેફરલ હોસ્પિટલની વિઝીટ ક્યારેય કરતા ન હોવાથી તથા એક્સપ્રાયરી દવાઓના વિતરણ સંદર્ભે અગાઉ પણ તેઓ વિવાદમાં આવ્યા છે.
સરકારી દવાઓના નિકાલ સંર્દભે યોગ્ય પ્રક્રિયા અનુસરવાના હોય છે પરંતુ નાયબ હેલ્થ અધિકારી ખરાડી જરૂરિયાત મંદ દર્દીઓને સમાયતંરે દવાઓના પુરી ન પડતા તથા એક્સપાયરી તારીખ ૩/૨૦૨૦ હોવાથી જાહેર કચરાના ઢગલામાં ફેંકી ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે.એક તરફ હોસ્પિટલમા જ્યારે દર્દીઓ જાય છે ત્યારે આરોગ્ય ટીમ કહે છે દવાઓની અછત છે અને બીજી તરફ દવાઓ એક્સપાયરી થઇ ત્યા સુધી વપરાશ નહી થયો અને આખરે કચરામાં ફેંકી દેવામાં આવી તે ગંભીર બેદરકારી છે.

Related posts

નવરાત્રિમાં મા અંબાનું અંબાજી મંદિર ખુલ્લું રહેશે

editor

રાજપીપળાના આરબ ટેકરા નજીક પાણીની લાઈન લિકેજ

aapnugujarat

૪૦૦ કરોડના ટર્ન ઓવર સાથે સેવા બેંક સૌપ્રથમ સભ્યમંડળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1