Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળાના આરબ ટેકરા નજીક પાણીની લાઈન લિકેજ

રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે ખુદ કર્મચારીઓ પણ હડતાળ પર બેઠા છે છતાં સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી ત્યાં બીજી તરફ આરબ ટેકરા વિસ્તારમાં પાણીની લાઈન સાથે ડબક ની લાઈન ભેગી થતા સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.
આરબ ટેકરા મસ્જિદ પાસે જ લગભગ ૧૫ દિવસથી પાણીની લીકેજ લાઈન માટે ખોદકામ કર્યું હોય ત્યાં બે ખાડા ખુલ્લા મૂકી પાલિકા તંત્ર ભારવા આવતું નથી અને સ્થાનિકાલના જણાવ્યા મુજબ પાણીની લાઈન માટે ખોદકામ કરતા ડબકની લાઈન પણ તૂટી જતા ડબકનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભેગું થતા લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. પાલિકા કર્મીઓએ પાણીનું લીકેજ શોધવા બે જગ્યા પર ખાડા ખોદયા છતાં લીકેજ મળ્યું નથી ઉલ્ટાનું ડબકની લાઈન તૂટી જવા છતાં કોઈ જ મરામત ન કરી ખાડા ખુલ્લા મૂકી દેતા બકરું કાઢતા ઊંટ પેઠું જેવો ઘાટ થયો છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

આજથી કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠકોનો દોર શરૂ 

aapnugujarat

वलसाड के तिथल बीच पर से शराब पीये छह लड़के गिरफ्तार

aapnugujarat

સૂરત : વધુ ત્રણ એરલાઇન્સ ફલાઇટ શરુ કરવા તૈયાર, ઓગસ્ટથી થઈ શકે શરુઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1