Aapnu Gujarat
શિક્ષણ

પાણીબાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરીનુંં વિતરણ

પાવીજેતપુર,તા.૦૮ :- પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા આજરોજ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ પ્રમાણે ચોપડા, નોટબુક, બોલપેન, પેન્સિલ, રબર, સંચો, ફુટપટટી,બેગ સહિતની સ્ટેશનરી વિદ્યાર્થીઓને વાર્ષિક જરૂરિયાત મુજબની કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી જેમાં ધોરણ ૧ થી લઇને ધોરણ ૮ સુધીના ૧૮૦થી વધુ વિદ્યાર્થીઓ માટે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક દૂરી રાખીને કીટ વિતરણ કરવામાં આવી હતી.
પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ ગ્રુપના સભ્ય વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે હાલ ગ્રામીણ વિસ્તારોમાં ખાતર બિયારણથી લઈને વાવણી સહિતની તૈયારીઓ માટે આર્થિક સંકડામણ અનુભવતા લોકોને બાળકો માટે નોટબુક ચોપડા વગેરે ખરીદી કરવાનું નુ અઘરુ બનતું હોય છે જેને ધ્યાનમાં રાખીને અમે અમારા પાણીબાર ગામના નોકરી કરતા હોય એવા કર્મચારીઓ, અધિકારીઓ અને ગામના જાગૃત યુવાનોના સહયોગથી સૌ સાથે મળી આ પ્રવૃત્તિઓ છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ અને ગામ માટે કાંઈક કરીએ તેવા ઉમદા હેતુથી જ આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

कक्षा-५, ८ के विद्यार्थियों को फेल करने का नियम लागू होगा

aapnugujarat

વિરમગામની આઇપીએસ સ્કુલમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

દિયોદર લાયન્સ ક્લબે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ ઉજવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1