Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામની આઇપીએસ સ્કુલમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

વિરમગામ શહેરની આઇપીએસ સ્કુલ ખાતે જન્માષ્ટમી પુર્વે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઇપીએસ સ્કુલના વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષામાં અને વિદ્યાર્થીનીઓ રાધાની વેશભૂષામા આવ્યાં હતાં. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યાં હતાં. ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી’ના જયઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળામાં આયોજિત મટકી ફોડ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને માણવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો એક દિવસ ધરણા કાર્યક્રમ

aapnugujarat

नए साल में निजी ITI के आएंगे अच्छे दिन

aapnugujarat

દિયોદર ખાતે આવેલ મોડન સ્કૂલમાં તાલુકા કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1