Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મ કૂલી નંબર 1 આવતા વર્ષે થશે રિલીઝ

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી માર્ચના અંત ભાગથી બંધ હતી અને હવે તે સરકારની પરવાનગી સાથે ટીવી સિરીયલ અને ફિલ્મોના શુટિંગ શરૂ થયા છે.. કોરોના મહમારીની વચ્ચે લોકડાઉનના પગલે અમુક ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યુ છે તો અમુક ફિલ્મના શુટિંગ પૂર્ણ થયા હોવા છતાં ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. અને મેકર્સ હવે OTT પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે અથવા તો ફિલ્મની રિલીઝ આવતા વર્ષ માટે પોસ્ટપોન કરી રહ્યા છે.

અજય દેવગણની ફિલ્મ મૈદાન પછી વરુણ ધવન સ્ટારર કૂલી નંબર 1 પણ આવતા વર્ષે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઘણા દિવસોથી એવા રિપોર્ટ્સ હતા કે સારા અલી ખાન અને વરુણ ધવનની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જો કે મેકર્સ આ માટે તૈયાર નથી. સૂત્રો અનુસાર ફિલ્મના મેકર્સે હાલમાં એક મીટિંગ રાખી હતી. તેમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને ચર્ચા કરવામાં આવી. બધાની સહમતીથી ફિલ્મને આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સૂત્રોથી મળેલ માહિતી અનુસાર ફિલ્મ 1 જાન્યુઆરી, 2021માં રિલીઝ કરવામાં આવશે. કૂલી નંબર 1 ફિલ્મ અગાઉ 1 મેના રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે રિલીઝ અટકાવી દેવામાં આવી. આ સિવાય અજય દેવગણની મૈદાન ફિલ્મ પણ આવતા વર્ષ ઓગસ્ટ સુધી પાછી ઠેલાઇ છે. હાલની પરિસ્થિતિ અનુસાર અન્ય ફિલ્મ્સ પણ આવતા વર્ષ સુધી પાછી ઠેલાય તેવી સંભાવના છે.

Related posts

ટાઇગર જિન્દા હેને ૨૨મી ડિસેમ્બરે રજૂ કરવા તૈયારી

aapnugujarat

Arjun Rampal reaches at NCB office for questioning in drug-related case

editor

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1