Aapnu Gujarat
Uncategorized

હિન્દુ યુવા સંગઠન – વેરાવળ (ગીર સોમનાથ) દ્વારા ચીનનો વિરોધ

હિન્દુ યુવા સંગઠન – વેરાવળ (ગીર સોમનાથ) દ્વારા રાષ્ટ્ર બચાવો અભિયાન સંદર્ભે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા વેરાવળની બજારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવી અને ત્યારબાદ વીરગતિ પામેલ જવાનોને પુષ્પો અર્પણ કરી અને દિપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ તેમજ દરેક કાર્યકર્તા ભાઈઓએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોમાં જાગૃતતા લાવવા શપથ લીધા હતાં.આજે જ્યારે લદ્દાખ ખાતે દેશનાં ૨૦ શુરવીર સૈનિકોની ચીન દ્વારા કાયરતા દાખવી હત્યા કરવામાં આવેલ ત્યારે તેમની વીરગતીને સન્માન આપવા ઠેરઠેર ચીની સામાનનો બહિષ્કાર કરવા અભિયાન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ યુવા સંગઠન ગીર સોમનાથનાં તમામ પ્રખંડ વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, ઊના, સુત્રાપાડામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ જેમાં દુકાને દુકાને જઇ રોજબરોજના જીવનની તમામ ચીજવસ્તુઓ મેડ ઇન ચાઈના છે કે નહીં તેની ચકાસણી કરીને ભારતીય વસ્તુઓ લેવી તેવી પત્રિકાઓ વિતરિત કરવામાં આવી હતી. લોકોમાં ચીન પ્રત્યે હાલ જે ઘૃણાનું વાતાવરણ ઉભુ થયુ છે તે ધ્યાને લઇ સૈનિકો સરહદ પર લડત આપે અને સામાન્ય પ્રજા આર્થિક મોરચે લડત આપી ચીનને નબળુ બનાવવા ુપણ આહ્વાન કરવામાં આવ્યું હતું.લદ્દાખ ખાતે વીરગતી પામેલ જવાનોનાં આત્માને શાંતિ અર્થે દીપ પ્રાગ્ટય અને પુષ્પાંજલી અને તેમની યાદમાં મૌન રાખી હુતાત્માઓની વીરગતીને યાદ કરીને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ હતી. ચીની સામાનનો બહિષ્કાર આપણાં ૨૦ સૈનિકોના શુરવીર હત્યારા ચીન સામે એકતા દર્શાવવાનો નાગરિકોની ચળવળનો માર્ગ છે એવુ સમજી હાજર તમામ લોકો અને કાર્યકર્તાઓએ ચાઈનીઝ વસ્તુઓનાં બહિષ્કાર કરવા લોક જાગૃતિ માટે શપથ લેવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ : -મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન : શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજય સરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત

aapnugujarat

ઉનાળાના પ્રારંભે જરૂરીયાત મંદ ૨૫૦ બહેનોને ચંપલ વિતરણ

editor

वेस्टइंडीज ने आयरलैंड को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1