Aapnu Gujarat
Uncategorized

સેંજલિયા અને ઈટાવાયા ગામમાં વીજળી પડતાં ત્રણનાં મોત

ઉનાના સેંજલિયા ગામ નજીક દરિયામાં વીજળી પડતાં બે લોકોનાં મોત નિપજ્યા છે અને એક શખ્સનો કોઈ પત્તો લાગ્યો નથી. મૃતકોમાં જીણાભાઈ વાઘાભાઈ પરમાર (ઉં.વ.૩૦) અને જાદવભાઈ ચનાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)નો સમાવેશ થાય છે તો બીજી ઘટનામાં ગીર ગઢડા તાલુકાના ઈટાવાયા ગામમાં પણ વીજળી પડતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થવા પામી છે જેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બંન્ને શખ્સો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.
(અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

તાઇવાન રોકાણકારોને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું ઇંજન

aapnugujarat

પાણી મુદ્દે સત્યાગ્રહ કરવા હાર્દિક પટેલની ચેતવણી

aapnugujarat

જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા તા.૨૩મીએ ધારી ખાતે ભરતી મેળો યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1