Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાંચ શિકારી ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લામાં રાયગઢ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ ૧૧/૦૬/૨૦૨૦ના રોજ રાયગઢ પાસેના પીપળીયા જંગલ વિસ્તારમાં ફોરેસ્ટના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાંચ જેટલા શખ્સો જંગલમાં પાટલા ઘો નો શિકાર કરતા હતા તે સમયે ફોરેસ્ટ વિભાગને શંકા જતા ફોરેસ્ટ વિભાગે તેમનો પીછો કરી પાંચ જેટલા શખ્સોને બે મોટરસાઈકલ પરથી નિકોડા ત્રણ રસ્તા પાસે રંગેહાથે ઝડપી પાડ્યા હતાં, તેમની પાસે તપાસ કરતા બે જીવિત પાટલા ઘો અને એક અમૃત પાટલા ઘો મળી આવી હતી.
ફોરેસ્ટ વિભાગે પાંચેય આરોપીને રાયગઢ રેન્જ ઓફિસ લઈ જઈ મૃત પાટલા ઘો ને પી.એમ માટે હિંમતનગર વેટનરી ડોક્ટરને સોંપવામાં આવી હતી જ્યારે બે જીવિત ઘો ને ફોરેસ્ટ વિભાગે જંગલમાં છોડી મૂકી હતી.
સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર યોગેશ દેસાઈની સૂચનાને આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિરુદ્ધસિંહ. એમ.સીસોદિયા તથા રાઉન્ડ ફોરેસ્ટ ગાંભોઈ એસ.પી રહેવર અને વન રક્ષકના કર્મચારી ગુનો શોધી કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પાંચેય આરોપીને કોરોના ટેસ્ટ માટે તારીખ ૧૧/૦૬/૨૦૨૦ના રોજ લઈ જઈ તમામના રિપોર્ટ નેગેટીવ આવતા આજરોજ ફોરેસ્ટ વિભાગે પાંચેય આરોપીની કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તમામના જામીન નામંજૂર કરી જેલ હવાલ કર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

AMTSનું ૪૮૮.૦૮ કરોડનું બજેટ મંજુર

aapnugujarat

वैष्णव देवी सर्कल के निकट हिट एन्ड रन : एक की मौत

aapnugujarat

जम्मू कश्मीर मुद्दे से निपटने में पटेल सही थे, नेहरू गलत : रविशंकर प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1