Aapnu Gujarat
Uncategorized

કડી માં આવેલ કરણપુર વિસ્તારમાં વર્ષો થી ચાલી આવતી પરંપરાગત રિતે હોલિકા દહન કરવામાં આવ્યું.

કડી ના સમગ્ર વિસ્તારમાં હોળી ના દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું. વર્ષોથી ચાલી આવતી આ પ્રથામાં રાતના સમયે હોલિકા પ્રગટાવીને ભક્ત પ્રહલાદના આત્મિક વિજયને યાદ કરવામાં આવે છે. હોલીકા દહનનો અન્ય એક અર્થ છે કે, જો તમારી ભક્તિ ભક્ત પ્રહલાદ જેવી સાચી છે તો આ કળયુગની આગ તમને અને તમારા પરિવારનું કંઇ બગાડી નહી શકે. આજે હોલીકા દહન સાથે હોળી-ધૂળેટીનાં પૂર્વનો પ્રારંભ થશે અને મંગળવારે લોકો રંગબેરંગી કલર સાથે ધુળેટીનાં પર્વની ઉજવણી કરશે. શહેર સહિત સમગ્ર જીલ્લામાં આજે સોમવારના સાંજના ઠેર-ઠેર હોળીને પ્રગટાવીને તેમાં ખજુર, ધાણી, કપૂર જેવા પદાર્થ પધરાવી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવા માં આવી. અને કરણપુર ના સમગ્ર વિસ્તાર ના લોકો મોટી સંખ્યામાં હોલિકા ના દર્શન નો લાભ લીધો હતો. મંગળવારે સવારથી સૌ કોઇ નાના-મોટા પોતાના સ્નેહીજનો મિત્રો પરીવાર સાથે રંગોનો ત્યોહાર ધુળેટીની ઉજવણી કરી હતી.
આપણું ગુજરાત ન્યૂઝ-કડી
જૈમિન સથવારા

Related posts

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી જીતતાં દેવપક્ષનાં સમર્થકોએ ઉજવણી કરી

aapnugujarat

પોતાના જ ગઢમાં પરેશ ધાનાણીનો વિરોધ, રાજીનામાની ઉઠી માંગ

aapnugujarat

ગુજરાતમાં ૧ મહિનામાં કારનું વેચાણ ૨૨% સુધી વધ્યું

editor

Leave a Comment

UA-96247877-1