Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસે ૧,૦૪,૬૪૦ નો વિદેશી દારૂ તથા બોલેરો પીકપ મળી કુલ ૫,૨૯,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.. આરોપી ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર

વીજેતપુર તાલુકાના કરાલી પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ૧,૦૪,૬૪૦ નો વિદેશી દારુ તેમજ બોલેરો પીકપ કિંમત રૂપિયા ૪,૨૫,૦૦૦ મળી કુલ ૫,૨૯,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી પોતાની બોલેરો પીકપ ગાડી મૂકી અંધારાનો લાભ લઈ જંગલમાં ફરાર થઇ જવામાં સફળ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ ગામીત પોતાના સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન એક બોલેરો પીકપ જીજે ૩૪ ટી ૧૫૧૭ સામી બાજુથી આવતા ચેક કરવા ઈશારો કરતા તે વાહન ચાલકે ઉભી રાખેલ નહીં જેથી શંકાસ્પદ જણાતા પોલીસ સ્ટાફે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો હતો .બોલેરો પીક અપનાં ચાલક પાછળ પોલીસ પડેલી હોવાથી વધુ સ્પીડમાં પોતાની ગાડી ભગાડી ભીંડોલ ગામના પાટિયા થી કંવાટ તરફ જતા રોડ ઉપર ગાડી વાળી ભાગવા લાગે તે સમયે પાનવડ પોલીસને જાણ કરવામાં આવેલ તેમજ થામલા ગામે ગયેલી પોલીસના સ્ટાફને જાણ કરી ઘેરો ઘાલતા થામલા ગામના બસ સ્ટેશન થી આગળ રોડ ઉપર વળાંક પાસે કોર્ડન કરી ઉભા હતા. તે દરમિયાન બોલેરો પિક ઉપ ના ચાલકે સરકારી ગાડી જોઈ પીકપ ગાડી દૂરથી રોડની સાઇડમાં ઊભી કરી દરવાજો ખોલી અંધારામાં ભાગેલ તેને પકડવા પાછળ દોડતા સાથે પકડાયેલ નહીં. અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી જવામાં આરોપી સફળ થયો હતો. બોલેરો પીકપ ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ કુલ પેટી નંગ 30 માં કુલ નાની મોટી બોટલ ની કિંમત રૂપિયા ૧,૦૪,૬૪૦/- વિદેશી દારૂ મળી આવે તેમજ બોલેરો પીકપ ની કિંમત ૪,૨૫,૦૦૦/- મળી કુલ ૫,૨૯,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી કરાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બોલેરો પીકપ ના ચાલકે અંધારાનો લાભ લઇ પોતાની ગાડી રોડની બાજુ પર મુકી જંગલમાં નાસી ગયો હતો.

Related posts

લાઠીમાં બે પોલીસકર્મી પર હુમલો કરી બુટલેગરોને છોડાવી જવાયા

aapnugujarat

भवनाथ में साधु का शव मिला

aapnugujarat

विलेन का किरदार निभाना मजेदार : शरद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1