Aapnu Gujarat
Uncategorized

આજે વિશ્વ મહિલા દિવસ

વાત કરીએ રાજકોટ જીલ્લા ના જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામ ની આ ગામ ની ભાગોળે છેલ્લા 50 વર્ષ કરતા પણ વધારે સમય થી વિચરતી અને વિમુક્ત જાતી ના ગાડલીયા લુહાર વસવાટ કરે છે આ સમુદાય ની બહેનો અને દીકરીઓ ને આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે જરા વિચારો આ બાબતે કેવું હશે આ જીવન

“અમારૂ આવું વેદના ભર્યું જીવન જોઈ ને અમારી જ જાત ના દેવરાજભાઈ રાઠોડે આ વેદના સરકાર મુકી જેના લીધે ઘણા ખરા કાગળો અને આધાર પુરા થયા અને રેવા માટે પાકું ઘર મળે એવી અરજી પણ કરી હવે થોડા જ સમય માં સરકાર પાકું ઘર આપશે આ શબ્દો હંસા બહેને કહ્યા ઘણુ દુઃખ થયું”

સાહેબ આજના ટેકનોલોજી યુગમાં પણ આ સમુદાયના લોકો આવી રીતે જીવન જીવે છે

આજ ના મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ ને સરકાર અને મીડિયા વાળા નોંધ લેતા હોય છે પણ ક્યારેક આ તરફ એક નજર કરો તો વાસ્તવિક જીવન માં મહિલાઓ ની વેદના સમજાય

” નારી તું નારાયણી ” આ પંક્તિ અહીં કેટલી હદે સાચી છે જે આપ પણ વિચારી શકો તેમ છો

મેં આ બાબતે કલેકટર સાહેબ શ્રી ને લેખિત અરજી કરી છે જેના ભાગ રૂપે અમારા વંચિત લોકોને આધાર આશરો મળે એ માટે જેતપુર મામલતદાર સાહેબ તેમજ ગોંડલ પ્રાંત અધિકારી શ્રી દ્વારા રૂબરૂ મુલાકાત કરીને આ પ્રશ્ન નું જલ્દીથી નિરાકરણ આવશે એવુ કીધું અને એ લોકોએ એમના તરફથી હકારાત્મક અભિગમ થી કલેકટર શ્રી માં મોકલી દીધું હવે કલેકટર તંત્ર જલ્દી આ લોકોની વેદના દુર કરે એજ આશ્રય

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આ લોકો માટે ” મોકળા મને કાર્યક્રમ” માં પણ કીધું આ સમુદાયના પ્રશ્ન નું નિરાકરણ જલ્દી આવે

આ રજુઆત બાબતે ક્ષેત્રીય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા પણ મદદરૂપ અને બધી સુખ સગવડ મળે એવી વાત કરી આભાર જયેશભાઈ

પરંતુ કલેકટર તંત્ર દ્વારા આ વંચિત લોકોને હક્ક અને અધિકારી મળે એ બાબતે પ્રાર્થના

“ગરીબો ના ઘર માં તેલ નું ટીપું ય દોહ્યલું
અને અમીરો ની કબર પર ઘી ના દિવા”

ગામ ઘર નથી સીમમાં ખેતર નથી આવી જિંદગી જીવે છે આ ખમીરવંતા લોકો

પણ વિઘ્ન સંતોષી માણશો આ કામ ના થાય એમાં જ રાજી છે
આવી માનસિકતા ધરાવતા લોકોને ખરેખર સલામ છે

સાહેબ હીરો .,સેલિબ્રિટી, નેતા,અભિનેતા ને લાખો લોકો લાઈક કરશે પણ અહીં આ લોકો કોઈ લાઈક નહિ રસ નથી આવી બાબતે કોઈને
કડવું છે પણ સત્ય છે

ફરી એકવાર આ વંચિત લોકોને પોતાના હક્ક અધિકાર મળે એવી પ્રાર્થના
ઉજવણી થશે મહિલા દિન ની ખરા અર્થમાં???

Related posts

દિયોદર ખાતે ધી અરિહંત ક્રેડીટ કો.ઓપ સોસાયટી લિ.ની ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી

aapnugujarat

ચિકિત્સા કેમ્પ તથા ગૌ વિજ્ઞાન કથાનો આજથી  પ્રારંભ

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1