Aapnu Gujarat
શિક્ષણ

નસવાડી તાલુકાની ૧૫ શાળાઓમાં નાયબ ડી.પી.ઓ.એ ચેકિંગ હાથ ધર્યું

નસવાડી તાલુકામાં અનિયમિત શિક્ષકોનું એક મોટો સમૂહ બન્યો છે જે શાળાઓમાં વારાફરતી વારો તારા પછી મારો પ્રથા પાડીને રજાઓ પાડતા હોય છે જેથી નસવાડી તાલુકાનું શિક્ષણ દિન-પ્રતિદિન કથળી રહ્યું છે. વારંવાર કેટલાક શિક્ષકોની બેદરકારી સામે આવતી હોય છે. હાલ તો નસવાડી તાલુકાની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છેે જેના ચાલ તે છોટાઉદેપુર જિલ્લાની ટીમ સતર્ક થઇ છ અને નસવાડી તાલુકાનું શિક્ષણ સુધારવા માટે બીડું ઝડપ્યું છે. તા-૨૭/૨/૨૦૨૦ ના રોજ છોટાઉદેપુર નાયબ ડીપીઓ નગીન રાઠવા પોતાની સાથી શિક્ષકોની ચાર ટીમ બનાવીને નસવાડી તાલુકાની ૧૫ જેટલી શાળાઓ હાથ ધરી છે જેમાં જસ્કીગ્રુપ શાળા, વાઠડા, નવગામ, પોચંબા, નખલપુરા, રાયપુર જેવી ૧૫ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટા ભાગના શિક્ષકો ગેરહાજર જણાવ્યા, જેઓ શાળામાં હાજર ન હતા જેની નોંધ નાયબ ડીપીઓ દ્વારા લેવામાં આવી. જ્યારે નાયબ ડીપીઓ નગીન રાઠવા એ શાળામાં એકમ કસોટી, ભાષા દીપ, વર્ગખંડ શિક્ષણ કાર્ય, વિદ્યાર્થીઓની નોટબુક જેવી તપાસ કરીને શાળાઓમાં ચાલતું શિક્ષણ કાર્યની નોંધ લીધીે જ્યારે રાયપુર પ્રાથમિક શાળામાં સમય દરમિયાન મોબાઇલ પર વાત કરતાં શિક્ષકો ઝડપાયા. તેમના મોબાઈલ પણ નાયબ ડીપીઓ એ જપ્ત કરી લીધા અને આખો દિવસ તેમને મોબાઈલ પણ ન આપ્યો. અને આખો દિવસ મોબાઈલ જોડે રાખીને સાંજે સૂચના આપી પરત કર્યો. જ્યારે આ તમામ વિગતો તૈયાર કરીને જિલ્લા શિક્ષણ અધિકારી ને સુપ્રત કરવામાં આવશે.
ખાસ જે શિક્ષકો શાળાઓમાં મન ફાવે તેમ રજા રાખતા હોય છે. અને ગેરહાજર હોય તે માટે જિલ્લા શિક્ષણ કચેરી થી શાળાઓમાં શિક્ષક રજા રાખે તે માટે એ નવી વ્યૂહરચના બનાવવામાં આવશે અને રજા રાખતા પહેલા શિક્ષકે જિલ્લા કચેરીએ પણ રજા રીપોર્ટ કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. હાલ તો નસવાડી તાલુકામાં શિક્ષણ ની સ્થિતિ સુધારવા માટે નાયબ ડીપીઓ નગીન રાઠવા, બીટ નિરીક્ષક પ્રદીપ પટેલ બોડેલી, બીટ નિરીક્ષક પ્રદીપ મિસ્ત્રી પાવીજેતપુર, બીટ નિરીક્ષક બાબુભાઈ વણકર કવાંટ, આ ચાર ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરીને તાલુકાની શાળાઓની માહિતી એકત્રિત કરાઈ છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

સીબીએસઈ : ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો આરંભ

aapnugujarat

સિવિલ સર્વિસ એક્ઝામમાં મોટાપાયે ફેરફાર

aapnugujarat

શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ વર્કશોપ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1