Aapnu Gujarat
શિક્ષણ

સીબીએસઈ : ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો આરંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આજે ધોરણ ૧૦માં ઇન્ફો ટેકનોલોજી અને ઓટોમોબાઇલ ટેકનોલોજી સહિતના વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે ધોરણ ૧૨માં ઇંગ્લિશ ઈલેક્ટિવ અને ઇંગ્લિશ કોરની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા આજે શરૂ થયા બાદ આ પરીક્ષા ૧૩ એપ્રિલ સુધી ચાલશે. ધોરણ ૧૦ની લાંબા સમય પછી આ પરીક્ષા ફરીથી બોર્ડ દ્વારા લેવાઈ રહી છે. ગુજરાત રાજ્યમાંથી સીબીએસઈ ધોરણ ૧૦માં ૧.૮૫ લાખ અને ધોરણ ૧૨માં ૧.૪૩ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. એકંદરે ગુજરાતમાંથી ૩.૨૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બીજી બાજુ દેશભરમાં કુલ ૨૮.૨૪ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ ૧૦માં દેશમાં ૧૬.૩૮ લાખ અને ધોરણ ૧૨માં કુલ ૧૧.૮૬ લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા છે. ગુજરાતનો સમાવેશ અજમેર વિભાગમાં થાય છે. આ વિભાગ માટે ધોરણ ૧૦માં ૬૪૩ સેન્ટર અને ૨૨૭૫ શાળાઓમાં પરીક્ષા નિયત કરાઈ છે. જ્યારે ધોરણ ૧૨માં ૫૯૯ સેન્ટર ખાતે ૧૬૮૦ શાળાઓ પરીક્ષા માટે નિયત કરાઈ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે કેટલાક નવા નિયમો અમલી કરવામાં આવ્યા છે. ૧૦માં ધોરણના વિદ્યાર્થીઓના પાસ થવા માટેના માપદંડ બદલાઈ ગયા છે. હવે આંતરિક અને બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકનને મળીને ૩૩ ટકા માર્ક મેળવનાર વિદ્યાર્થી પાસ ગણાશે. સીબીએસઈએ આ વર્ષે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. ઇન્ટરનલ અને બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનના આધાર પર ૩૩ ટકા માર્કની ગણતરી કરવામાં આવી છે. બોર્ડે પરીક્ષાના પાસિંગ ક્રાઇટેરિયામાં ફેરફાર કર્યા છે. હવે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પાસ કરવાની બાબત સરળ રહેશે. હવે ઇન્ટરનેશનલ મૂલ્યાંકન અને બોર્ડ પરીક્ષાના માર્કને મળીને ૩૩ ટકા માર્ક મેળવનાર પાસ ગણાશે. જો કે, બોર્ડની પરીક્ષામાં આ નિયમ આ વખત માટે જ રહેશે. આ સત્રના ૧૦ના વિદ્યાર્થીઓને ૨૦ માર્કના ઇન્ટરનલ અને ૮૦ માર્કની બોર્ડ પરીક્ષામાં મળીને ૩૩ ટકા માર્ક્સ લાવવાના રહેશે. પહેલા વિદ્યાર્થીઓને પાસ થવા માટે ઇન્ટરનલ અને બોર્ડ પરીક્ષામાં જુદા જુદા ૩૩ ટકા માર્ક મેળવવાની જરૂર હતી. ૧૬મી ફેબ્રુઆરીના દિવસે યોજાયેલી બેઠકમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીએસઈ અધ્યક્ષ અનિતા કરવલ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ વર્ષ ૨૦૧૮માં પરીક્ષા આપી રહેલા ૧૦મા વિદ્યાર્થીઓ માટે નવા નિયમો બનાવ્યા છે. જે વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન પ્રશ્ન વાંચવા માટે રીડર ઇચ્છે છે તેમને આ સુવિધા કેન્દ્ર ઉપર મળી રહી છે. આજે પ્રથમ દિવસે અમદાવાદમાં પરીક્ષા સેન્ટર પર મોટી સંખ્યામાં વાલીઓ પણ વિદ્યાર્થીઓ સાથે નજરે પડ્યા હતા. શાહીબાગ રચના સ્કુલ સહિત શહેરની મોટાભાગની સ્કુલો પર મોટી સંખ્યામાં વાલીઓ જોવા મળ્યા હતા.

Related posts

कक्षा-१० में ३०६ विद्यार्थियों के मार्क में बदलाव किया गया

aapnugujarat

આરટીઇની પ્રવેશ પ્રક્રિયા બે મહિનાનાં વિલંબ બાદ શરૂ

aapnugujarat

બોર્ડ પરીક્ષા : ૧૦ ગણિતની પરીક્ષા ફરીથી લેવા માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1