Aapnu Gujarat
ગુજરાત

પોશીનાના દેલવાડા (છો) સી.આર.સી શાળાઓની ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઈ

સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા આયોજિત રાજ્યની ઉચ્ચ પ્રાથમિક (ધો.૬-૮) શાળાઓ તેમજ સરકારી / ગ્રાન્ટેડ / આર.એમ.એસ.એ. / મોડેલ / મોડેલ ડે માધ્યમિક (ધો.૯) અને ઉચ્ચતર માધ્યમિક (ધો.૧૧) શાળાઓના વિદ્યાર્થીઓ માટેની શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની ધોરણવાર “પુસ્તક વાચક સ્પર્ધા” પૈકી તા.૧૫/૦૨/૨૦૨૦ નાં રોજ યોજાયેલ ક્લસ્ટર કક્ષાએ સ્પર્ધા યોજાઇ હતી.
સાબરકાંઠાના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા બી.આર.સી. કોર્ડિનેટર કૌશિક શાહના માર્ગદર્શન હેઠળ પોશીના દેલવાડા (છો) સી.આર.સી. શાળાઓની કલસ્ટર કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધા તારીખ ૧૫/૦૨/૨૦૨૦ના રોજ યોજવામાં આવી હતી જેમાં ધોરણવાર કલસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સુંદર પ્રદર્શન કર્યું હતું. ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પૈકી વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે પુરસ્કાર કુપન આપવામાં આવી હતી તેમજ સધધિત શાળાના વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
આ પુસ્તક વાચક સ્પર્ધામાં ક્લસ્ટરની શાળાના શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડીનેટર દિનેશ નાયી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ સોલંકી નરેશકુમાર કરી હતી. બાળકો વાંચન પ્રત્યે ભાર આપે, વાંચન માટેની પ્રવૃતિ વિકસાવે, તેમજ પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ કરે તેની સમીક્ષા કરી અને વાંચન કરે તે પ્રકારની સમજ બાળકોને આપવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

હોલસેલમાં ડુંગળી બે રૂપિયે કિલો પરંતુ વેપારી દ્વારા લૂંટ

aapnugujarat

૧૫ મેથી ગુજરાતમાં ‘આપ’ની પરિવર્તન યાત્રા

aapnugujarat

વીરપુર બન્યું જલારામ મય

editor

Leave a Comment

UA-96247877-1