Aapnu Gujarat
ગુજરાત

૧૫ મેથી ગુજરાતમાં ‘આપ’ની પરિવર્તન યાત્રા

દિલ્હી બાદ પંજાબની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતની ચૂંટણી પર છે. આ સાથે, તે ૧૫ મેથી ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢવા જઈ રહી છે. શુક્રવારે છછઁએ ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. આ યાત્રા રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. તે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ગુજરાત ભાજપનો ગઢ છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સત્તા પર છે. તે હવે સતત છઠ્ઠી વખત સરકારમાં આવવા માટે સખત પ્રયાસ કરી રહી છે. ભાજપ માટે પડકાર વધુ મોટો છે કારણ કે છેલ્લી ચૂંટણીમાં તેની સીટો ઘટીને ૧૦૦થી ઓછી થઈ ગઈ હતી. આ પછી, પાર્ટીએ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટમાં ફેરફાર કર્યો છે, પરંતુ છછઁ કન્વીનર અરવિંદ કેજરીવાલ ૨૭ વર્ષથી સરકાર વિરોધી લહેરનો લાભ લેવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી પણ ગુજરાતની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. બે દિવસ પહેલા ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે રાજ્યમાં પાર્ટીની સરકાર બન્યા બાદ નવા ગુજરાતની રચના કરવાનું વચન આપ્યું છે. તેમણે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હિન્દુસ્તાન બનાવ્યા છે, એક અમીરો માટે અને બીજું સામાન્ય લોકો માટે. કોંગ્રેસને બે હિન્દુસ્તાન નથી જાેઈતા. અમે એવું ભારત ઈચ્છીએ છીએ જેમાં બધા માટે આદર, બધા માટે તક, બધા માટે શિક્ષણ, બધા માટે હોસ્પિટલ અને આરોગ્ય સંભાળની સુવિધાઓ.

Related posts

बालविवाह के अपराध में पिता की अग्रिम जमानत अर्जी खारिज

aapnugujarat

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ : યશપાલ અને ઇન્દ્રવદનના રિમાન્ડ મંજૂર

aapnugujarat

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1