Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં માઘ પુર્ણિમાએ સંત રવિદાસજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સામાજિક સમરસતા સમિતી દ્વારા સંત રવિદાસજીના જીવન પર બૌધીક, પુજન, આરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
વિરમગામ શહેરના આનંદ બાલમંદિર અને કે બી શાહ સ્કુલ ખાતે સંત રિવાદસજીના જીવનચરિત્ર વિશે ઉદબોધન આપવામાં આવ્યુ હતુ અને પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. માંડલ ખાતે સંત રવિદાસ જંયતિ નિમિત્તે પુજન તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. પાટડી ખાતે સંત રવિદાસજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને ડો.બાબા સાહેબની પ્રતિમા પાસે આરતી, બૌધિક, પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો. કોયલ માતાજી મંદિર દસાડા ખાતે પણ સંત રવિદાસજીની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રામપુરા ખાતે સૌ હિન્દુ એક માતાના સંતાન છીએ તેવા ભાવ સાથે સંત રવિદાસજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જીલ્લામાં સંત રવિદાસજી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ તાલુકાઓમાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઇ, બહેનો જોડાયા હતા.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

भगवान जगन्‍नाथ की 142वीं रथयात्रा: सुरक्षा में होगी एनएसजी कमांडो की तैनाती

aapnugujarat

સોલર ગ્લાસમાં વાગશે ભારતનો ડંકો

aapnugujarat

માલોદ વિવિધ કાર્યકારી સહકારી મંડળી ફડચામાં લઈ જવાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1