Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકામાં એન્ટીલેપ્રસી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકામાં સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન ૨૦૨૦ અંતર્ગત તા. ૩૦-૧-૨૦૨૦ થી ૧૩-૨-૨૦૨૦ દરમિયાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણી સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઇન તરીકે ઉજવવાનું થાય છે તો જેતપુરપાવી તાલુકામાં આરોગ્ય કચેરી તરફથી દરેક ગામમાં ગ્રામસભા તથા જેતપુરપાવી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા. પાવીજેતપુર તાલુકાનાં દરેક ગામમાં ગ્રામ સભા યોજી “રકતપિત વિરુદ્ધ છેલ્લું યુદ્ધ” સ્લોગન સાથે ઉપસ્થિત ગ્રામજનોને રક્તપિત વિશે જાણકારી આપી તેની સારવાર ઉપલબ્ધ છે તેમજ તેના વિશે ગેરમાન્યતા છે રક્તપિત પૂર્વજન્મનું અભિશાપ છે એ અંધશ્રદ્ધા દૂર કરી રક્તપિત જંતુ જન્ય રોગ છે અને તે સંપૂર્ણપણે મટી શકે છે, રકતપિત રોગમાં ગાંધીબાપુનું પણ ખુબ જ યોગદાન છે, તેઓએ દર્દીઓની ખૂબ જ સેવા કરી જાગૃતિ લાવી હતી. રક્તપિત્ત અને સામાન્ય લક્ષણો જેવા કે શરીર પર બેહરાશ વાળા ચાઠા, સંવેદનાનો અભાવ, ચાઠામાં લાલાશ અથવા સોજો, ચેતાઓ જાડી થઈ તેમાં દુખાવો થવો,આંખ બંધ કરવામાં તકલીફ, પગના પંજામાં નબળાઈ વગેરે જણાઇ તો નજીકના કોઈ પણ સરકારી દવાખાને તપાસ કરાવી તેની સારવાર ( એમ.ડી.ટી.) વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રક્તપિત્ત વહેલું નિદાન નિયમિત અને પૂરતી બહુઔષધીય ( એમ.ડી.ટી ) સારવારથી વિકૃતિ થતી અટકાવવી શકાય છે.
જેતપુરપાવી તાલુકામાં હાલમાં રક્તપિત્તના ૨૭ કેસ સારવાર હેઠળ છે. આ સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર વિકાસ રંજનનાં માર્ગદર્શન હેઠળ સંચાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

મલ્ટિપ્લેક્સને ભડકે બાળવાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને બચાવનાર કોન્સ્ટેબલની સામે ફરિયાદ

aapnugujarat

કોરોના વાયરસની મહામારીને લઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે વહીવટી તંત્ર દ્વારા સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું

editor

હિતુ કનોડિયાને ઈડર બેઠક પરથી ટિકીટ અપાતાં સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1