Aapnu Gujarat
ગુજરાત

ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા કાંકરેજ તાલુકામાં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું

આજે બનાસકાંઠાના જીલ્લામાં ઠેર ઠેર તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યાં હતા જેમાં કાંકરેજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે ડી.ડી. જાલેરાની આગેવાની હેઠળ એલઆરડી ભરતી પ્રક્રિયામાં ઓબીસી, એસસી, એસટીના પછાત વર્ગનાં ઉમેદવારોને ન્યાય આપવા માટે ઠાકોર સેનાએ સરકાર સામે રજૂઆત કરી હતી.
એલઆરડી ભરતી પ્રક્રિયામાં થયેલ ગેર બંધારણીય ઠરાવના આધારે જે ઠરાવ તારીખ ૧/૮/૨૦૧૮ના રોજ ઠરાવ ક્રમાંક સી.આર.આર./૧૦૯૬/૨૨૧૩/ગ.૨ ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ તેમાં રાજ્ય સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત જગ્યા રાખવા બાબત જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં નંબર (૧) મુજબ મહિલાઓ ને અનામત કોટામાં કેવી રીતે સ્થાન આપવું અને ત્યારબાદ કોલમ નંબર ૧૨ માં જો મેરીટના આધારે અનુ જાતિ/ અનુ જન જાતિ/ શારીરિક શૈક્ષણિક પછાત મહિલા જનરલ કોટામાં પસંદગી પામે તો તેને જનરલ કોટામાં ગણવી કે અનામતમાં ગણવી કે પછી મહિલા અનામત કેટેગરીમાં ગણવી તેના સ્પષ્ટીકરણમાં સરકારે ઠરાવ કરીને તેવું જણાવ્યું છે કે મેરીટના આધારે અનુ જાતિ/ અનુ. જન જાતિ) શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલા જનરલ કોટામાં પસંદગી પામે તો તેને સબંધિત કેટેગરીની મહિલા અનામત તરીકે કરવી. આ ઠરાવ તાત્કાલિક અસરથી દૂર કરી પછાત વર્ગની મહિલાઓને સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી. કાંકરેજ મામલતદાર એમ. ટી. રાજપુતે આવેદનપત્ર સ્વીકારી લઈ સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી ત્યારે ઠાકોર સેનાના જીલ્લા પ્રમુખ ડી.ડી. જાલેરાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ટુંક સમયમાં જ આ માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી સરકારની રહેશે. આવેદનપત્ર સુપ્રત કરવામાં રમેશજી ઠાકોર, વદનજી ઠાકોર, ભીમજી પરમાર, આર.આર. ઠાકોર, મદારજી ઠાકોર, અભૂજી ઠાકોર, મુકેશજી ગોયલ સરપંચ. અશ્વિજી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

પાંચ રાજયોના પરિણામોને લઇને કમલમ્‌ ઉપર સન્નાટો

aapnugujarat

હાંડોડ નજીક મહીસાગર નદીના પટમાં નાહવા પડેલા ચાર યુવાનો તણાયા

aapnugujarat

વંથલી તાલુકાનાં ઘંટીયા ગામનાં દલિત મહિલા અને તેનાં પુત્ર સાથે ખરાબ વર્તન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1