Aapnu Gujarat
ગુજરાત

હિતુ કનોડિયાને ઈડર બેઠક પરથી ટિકીટ અપાતાં સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ

ભાજપ દ્વારા રાજય વિધાનસભાની આવી રહેલી ચૂંટણી સંદર્ભમાં જારી કરવામાં આવેલી પાંચમી યાદીમાં ઈડર બેઠક માટે ગુજરાતી ફિલ્મોના કલાકાર હિતુ કનોડિયાની પસંદગી કરવામાં આવતાંની સાથે જ ઈડરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ જવા પામ્યાં હતાં. સ્થાનિક ઉમેદવાર હી ચલેગા ફિલ્મો કા નટ નહીં જેવા બેનરો સાથે સ્થાનિક લોકોએ ઉમેદવારની પસંદગી મામલે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,ભાજપ દ્વારા રાજય વિધાનસભાની બીજા તબકકામા ૧૪ ડીસેમ્બરનાં રોજ યોજાનારી ૯૩ બેઠકો માટેની ચૂંટણી અંગે ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.આ યાદીમાં ઈડર બેઠક પરથી ગુજરાતી ફિલ્મોના કલાકાર હિતુ કનોડિયાને ઉમેદવારી કરાવવાનો નિર્ણય કરવામાં આવતાંની સાથે જ સ્થાનિક રહીશોમાં ઉગ્ર વિરોધનો સુર શરૂ થઈ ગયો હતો.હિતુના નામની જાહેરાત થતાની સાથે જ દલિત સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં જ્યાં તેમણે સ્થાનિક ઉમેદવારનો જય હો,બહારી ઉમેદવારનો ભય હો ઉપરાંત હારે છે,હારે છે બહારના ઉમેદવારની લાયમા ભાજપ હારે છે ના બેનરો સાથે સ્થાનિક ઉમેદવાર હી ચલેગા,ફિલ્મો કા નટ નહીંના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Related posts

રૂપાણી સરકારનું અઘોષિત લોકડાઉન, રાજ્યના શહેરો બંધ

editor

વિરમગામમાં જળજીલણી એકાદશીએ ઠાકોરજીની પાલખી કાઢવામાં આવી

aapnugujarat

ગોધરામા MLA સી.કે.રાઉલજીનાં હસ્તે સહાયચેકનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1