Aapnu Gujarat
Uncategorized

  વેરાવળ કોસ્ટગાર્ડ જેટી ખાતે બોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી

૨૧ જુન વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કોસ્ટગાર્ડ જેટી વેરાવળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આસી.કોસ્ટગાર્ડ કમાન્ડર સૌરભ અખારીયાની ઉપસ્થિતિમાં કોસ્ટગાર્ડ અને પોલીસ જવાનોએ એકી સાથે યોગ નિદર્શન કર્યું હતું. ઉપરાંત જેટી પાસે દરિયામાં રાખવામાં આવેલ ફિશીંગ બોટમાં સાગરપુત્રો અને બાળકોએ તબક્કાવાર યોગ કરી વિશ્ર્વયોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

યોગ ટ્રેનર દિનેશભાઈ ડોડીયા અને જયેશભાઈ મોરીએ યોગની તાલીમ આપી તમામ યોગનું જવાનો સાથે સમયસર તાલ બધ્ધ રીતે નિદર્શન કર્યું હતું. સ્વસ્છ તંદુરસ્ત આરોગ્ય અને વિવિધ રોગનાં નિદાન અંગેની સમજાવટની સાથે  યોગાભ્યાસ કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી.એલ.આચાર્ય, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.બામરોટીયા, નવીનકુમાર રાંબા, બોટ એસોશીએશન પ્રમુખશ્રી તુલસીભાઇ ગોહેલ સહિત બહોળી સંખ્યામાં કોસ્ટગાર્ડ જવાનો સહભાગી થયા હતા.

Related posts

સોમનાથ મહાદેવની પદયાત્રાએ આવેલ સ્વામી આત્મારામજી મહારાજ… ૮૦ વર્ષે ૮૦ હજાર કિલોમીટર યાત્રાનો લક્ષ્યાંક પુર્ણ કરવા સંકલ્પ

aapnugujarat

કોડીનારમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો

editor

મહાસફાઇ અભિયાનનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1