Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લાની એકલવ્ય એકેડમી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિનની છોટાઉદેપુર જીલ્લા કક્ષાની ઉજવણી એકલવ્ય એકેડમી નસવાડીના પટાંગણમાં કલેક્ટર શ્રૃજલ મયાત્રાના અધયક્ષ સ્થાને કરવામાં આવી હતી. કલેક્ટર શ્રૃજલ મયાત્રાના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયા બાદ વિવિધ સરકારી ખાતાઓ દ્વારા તેમની કામગીરીના ટેબલો રજુ કરવામાં આવ્યા હતાં. વન વિભાગ તરફથી આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા જીલ્લામાં અંધશ્રધ્ધા વધુ હોવાથી તેને દૂર કરવાના હેતુથી ભુવાઓ પાસે લોકો જાયછે અને કેવી રીતે આદિવાસીઓ છેતરાય છે, આખરે મેડીકલ સારવારથી જ તેમને સારું થાય છે તેવા મેસેજ સાથે વન વિભાગનો ટેબલો રજુ કરાયો હતો. છોટાઉદેપુર કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ સુપ્રિટેન્ડન્ટ તેમજ જીલ્લાના અનેક અધિકારીઓ હાજર રહી વિવિધ ક્ષેત્ર રમત ગમત પોલીસ કર્મચારીઓ તેમજ ૧૦૮ની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રમાણપત્ર તેમજ રોકડ રકમ ભેટ આપી કર્મચારીઓ તેમજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

શ્રાવણીયા સાતમ આઠમનો જુગાર રમતા છ ઝડપાયા

editor

ચૂંટણીમાં જીત મેળવવા માટે પાટીદારો ઉપર નજર કેન્દ્રિત

aapnugujarat

હિંમતનગર પાસે નવા ગ્રામ પંચાયત ખાતે ૨૦ લાખના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું

editor

Leave a Comment

UA-96247877-1