Aapnu Gujarat
ગુજરાત

ઓરસંગ નદીમાં બેફામ રેતી ચોરી

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઓરસંગ નદી તેમજ અન્ય નાની-મોટી નદીઓમાંથી ધોળા દિવસે રેતી ભરેલા ગેરકાયદેસર ડમ્પરો પસાર થઈ રહ્યા છે ત્યારે રતનપુર, મોટીરાસલી, સિહોદ, સુસ્કાલ, કુકણા, વાઘવા જેવા અનેક ગામોના વિસ્તારોમાંથી સાદી રેતી ભરીને ધોળા દિવસે પસાર થાય છે તેમાં પણ રોયલ્ટી પાસ, વંજન પાવતી વગર ડમ્પરો પસાર થાય છે તેમ છતાં સરકારી અધિકારીઓ આ વાતથી અજાણ્યા બની જતા હોય છે અને આવા રોયલ્ટી પાસ, વજન પાવતી વગરની રેતી ભરેલી ગાડીઓના ડ્રાઇવરો તેમજ રેતી લીઝ ધારકો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી શકતા નથી તો આ સરકારી અધિકારીઓ શા માટે રેતી ખનન માફિયાઓ સામે લાચાર બની જાય છે એ એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે, આ એક વિચારવા જેવી બાબત છે કે આ કોની મહેરબાનીથી આવી રોયલ્ટી પાસ કે વંજન કર્યા વગરની રેતી ભરેલી ઓવરલોડ ગાડીઓ ધોળા દિવસે પસાર થાય છે તો આ એક સ્થાનિક લોકોાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ગત તારખ ૨૧-૧-૨૦૨૦ના રોજ પાવીજેતપુર તાલુકાનાં મોટીરાસલી ગામની ઓરસંગ નદીની હદમાંથી હાઈવે રોડ પર પસાર થઈ રહેલી ઓવરલોડ રેતી ભરીને પસાર થઈ રહેલી ગાડી ઉભી રખાવી ડ્રાઈવરની આકર પૂછપરછ કરતાં ડ્રાઇવરનાં જણાવ્યા મુજબ મોટીરાસલી ગામની ઓરસંગ નદીની હદમાંથી ચંપાભાઈ (રાજસ્થાની) નામના લીઝ ધારક ભરાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે આ ગાડી વજન કર્યા વગર ઓવરલોડ ભરી પાવીજેતપુર થી છોટાઉદેપુર તરફ જતી હતી અને વધુમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે મેં વજન કાંટો પણ કર્યો નહીં મારી ગાડીની નંબર પ્લેટ પણ નથી હું રેતી ભરી પાવીજેતપુરથી છોટાઉદેપુર તરફ પસાર થઈ રહ્યો છું, મને આ વાતની કોઈ ખબર નથી તેમ જણાવતા ચંપાભાઈ રાજસ્થાની ઘટનાસ્થળે દોડી આવી કબૂલાત કરી હતી કે હું આજે પાંચ ગાડીઓ રેતી ભરી છે જેની કોઈ વજન કર્યો નથી અને મારી ગાડીને પસાર થઇ જવા દો આ બધું ચાલ્યા કરે છે આવી તો આ ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર હજારો ગાડીઓ ધોળા દિવસે ભરાતી હોય છે માત્ર હું જ આ કામ કરતો નથી આવા તો ઘણાં લીઝ ધારકો કરી રહ્યા છે તેવું તે લીઝ ધારક જણાવ્યું હતું તો આ જાણવા મુજબ આવી ઓરસંગ નદીમાંથી હજારો ગાડીઓ રેતી ભરેલી રોયલ્ટી પાસ વગર વંજન કર્યા વગર પસાર થતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવી હજારો ગાડીઓ આ ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરી પસાર થાય છે તેમ છતાં ખાન ખનીજ વિભાગ તથા સ્થાનિક વહીવટીતંત્ર કોઈ પણ કાર્યવાહી કરી શકતું નથી જેના કારણે રેતી માફિયાઓ ને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
તો શું ? આ ધોળા દિવસે ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ સામે તેમજ ગેરકાયદેસર રેતી ભરી પસાર થતાં ડમ્પરો, હાઇવા જેવા મોટા વાહનોની છોટાઉદેપુર ખાનખનીજ વિભાગના અધીકારીઓ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર આવા રેતી ભરેલા વાહનોની તપાસ કરશે કે નહીં કે આમને આમ જ ચાલ્યા કરશે તે હવે જોવાનું રહ્યું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

વાડજમાં બેફામ ડ્રાઈવિંગ કરતાં યુવકે બાળકીનો ભોગ લીધો

aapnugujarat

ईसनपुर में दो भाईयों ने युवक को जिंदा जलाया

aapnugujarat

ભાવનગરના પ્રખ્યાત ખોડીયાર મંદિર ખાતે રસીકરણ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1