Aapnu Gujarat
શિક્ષણ

ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સીસ-સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશનનો પ્રથમ ગ્રેજ્યુએશન સેરીમની યોજાયો

ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સીસ-સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશને (TISS-SVE) તેના વિદ્યાર્થીઓને સેલ્સ અને માર્કેટીંગની વ્યવસાયિક ડીગ્રી એનાયત કરવા માટે તેના પ્રથમ ગ્રેજ્યુએશન સેરીમનીનું તેમના ટ્રેઈનિંગ હબ પાર્ટનર વિશ્રુત એસોસિએટસ એલએલપી, અમદાવાદ મારફતે આયોજન કર્યું હતું. આ પ્રથમ ગ્રેજ્યુએશન સેરીમની હતો કે જેમાં વર્ષ ૨૦૧૬ થી ૧૯ની બેચના વિદ્યાર્થીઓને બેચલર ઓફ વોકેશનલ એજયુકેશન ઈન સેલ્સ એન્ડ મેનેજમેન્ટની ડીગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે જે મહાનુભવો હાજર રહ્યા હતા તેમાં રજનીકાંત જાધવ, સેટલમેન્ટ કમિશનર (નિવૃત્ત આઈએએસ), સી. આર, પરમાર,(નિવૃત્ત આઈપીએસ), એડીશનલ ડીજીપી ઈન્કવાયરી એન્ડ એસઆરપીએફ, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટના મનોવિજ્ઞાન વિભાગના આસિ. પ્રોફેસર ડો. સુમન વૈષ્ણવ, વંશ હૉસ્પિટલ સતલાસણા- મહેસાણાના ડો. શૈલેશ તુરી અને શ્રી વિદ્યાલય વડોદરાના દિલીપ બારોટનો સમાવેશ થતો હતો. ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સીસ-સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશન, બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન નામના ત્રણ વર્ષના અનોખા અભ્યાસક્રમનુ સંચાલન કરે છે. તે કામગીરી સાથે જોડાયેલો ડીગ્રી પ્રોગ્રામ છે, જેમાં વિદ્યાર્થીઓને TISS-SVE માં ૩ વર્ષના ડીગ્રી પ્રોગ્રામમાં ભણતાં ભણતાં કામ કરીને કમાવાની તક મળે છે. સમારંભમાં હાજર રહેલા મહાનુભવોએ વર્તમાન સમયમાં વિવિધ કૌશલ્યોની આવશ્યકતા ઉપર ભાર મુક્યો હતો. આ સમારંભમાં ૨૦૧૯ની બેચમાં સ્નાતક બનેલા ૮ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

Related posts

સ્કુલો દ્વારા નવરાત્રિ વેકેશનને લઈ વિચારણા કરવા માંગ

aapnugujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

aapnugujarat

JEE (Mains) , NEET એક વર્ષમાં બે વખત યોજવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1