Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

JEE (Mains) , NEET એક વર્ષમાં બે વખત યોજવા નિર્ણય

કેન્દ્ર માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે જાહેરાત કરી હતી કે હવે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા એનઈઈટી, જેઈઈ અને નેટની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષા હજુ સુધી સીબીએસઈ દ્વારા લેવામાં આવતી હતી. હવે જેઈઈ મેન્સ અને નીટની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે. આ ઘોષણા નવા શૈક્ષણિક સત્રથી અમલી કરી દેવામાં આવશે. પત્રકાર પરિષદમાં વાત કરતા જાવડેકરે કહ્યું હતું કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ) ડિસેમ્બરમાં યોજાશે. જેઈઈ મેન્સની પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાશે. એનઈઈટીનું આયોજન ફેબ્રુઆરી અને મે મહિમાં કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થી એનઈઈટી માટે બે વખત ઉપસ્થિત થઈ શકે છે. સૌથી વધારે નંબર લાવનારને એડમિશન માટે પસંદ કરવામાં આવશે. જેઈઈ મેન્સ માટે પણ ઉમેદવારો બે વખત ઉપસ્થિત થઈ શકશે. કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે આ તમામ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોય છે અને વિદ્યાર્થીઓ ઘરે જ આની તૈયારી કરી શકે છે અથવા તો ઓથોરાઈઝ કોમ્પ્યુટર સેન્ટર પર આનો મફતમાં લાભ ઉઠાવી શકે છે. આવા સેન્ટરોની માહિતી ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. જાવડેકરે કહ્યું હતું કે અભ્યાસક્રમ, ક્વેશ્ચીયન ફોર્મેટ અને ભાષા, ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. દરેક પરીક્ષા ચારથી પાંચ દિવસમાં યોજવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોમ્પ્યુટર આધારીત થઈ ગયા બાદ પરીક્ષામાં કોપી કરવાની કોઈને પણ તક મળી શકશે નહીં. એસએસસી પણ કોમ્પ્યુટર આધારીત પરીક્ષા છે પરંતુ તેમાં છેતરપિંડી સાથે સંબંધિત કૌભાંડો સપાટી પર આવી રહ્યા છે તે અંગે પૂછવામાં આવતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે એનટીએ મોડ્યુલમાં સ્ક્રીન શેરીંગની સુવિધા રહેશે નહીં. પ્રકાશ જાવડેકરની આજની જાહેરાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૨૦૧૯થી દાવેદારો જોઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન (મેઈન) અને નેશનલ ઈલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) એક વર્ષમાં બે વખત આપી શકશે. જો કોઈ કેસમાં તેઓ તક ગુમાવશે અથવા તો માર્ક સાથે સંતુષ્ટ થશે નહીં તો એક વર્ષમાં બે વખત પરીક્ષા આપી શકશે. પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારા હાથ ધરવામાં આવ્યા છે જેની આજે જાહેરાત કરવામાં આવી હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આની જાહેરાત આજે કરવામાં આવી હતી. એનટીએ દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ ઈલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે. આ તમામ ટેસ્ટ કોમ્પ્યુટર આધારિત રહેશે. પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે જેઈઈ (મેઈન), નીટ અને યુજીસી-નેટ ઉપરાંત એનટીએ ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુડ ટેસ્ટ અને કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (સીમેટ) પણ યોજશે. દેશની પરીક્ષા વ્યવસ્થાને મોટા સુધારાના ભાગરૂપે આ હિલચાલ એનટીએ દ્વારા હાથ ધરવામાં આવી છે. એનટીએ ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષા મારફતે આની શરૂઆત કરશે. તે વખતે યુજીસી-નેટની પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેની તારીખ ટુંકમાં જ જાહેર કરવામાં આવનાર છે. પ્રથમ વખત જેઈઈ મેઈન અને નીટ એક વર્ષમાં બે વખત યોજવામાં આવનાર છે. વિદ્યાર્થીઓની પસંદગી માટે અવકાશ વધારે રહેશે. જેઈઈ મેઈનનું આયોજન દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં થશે. નીટનું આયોજન ફેબ્રુઆરી અને મેમાં યોજવાનો નિર્ણય કરાયો છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં યોજાનાર નીટ માટે અરજી ઓનલાઈ કરવાની પ્રક્રિયા પહેલી ઓકટોબર ૨૦૧૮થી શરૂ થશે અને ૩૧ ઓકટોબર ૨૦૧૮ સુધી ચાલશે. પ્રકાશ જાવડેકર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ શૈક્ષણિક નિષ્ણાતોમાં આને લઈને ચર્ચા જોવા મળી રહી છે. કેન્દ્રિય મંત્રીએ કહ્યું છે કે સેન્ટરોની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. દરેક પરીક્ષા ચારથી પાંચ દિવસના સમય ગાળામાં યોજાશે. જેથી વિદ્યાર્થીઓને પુરતી તક મળશે.

Related posts

૨૦૨૪ સુધીમાં ભારત અમેરિકા પછી ત્રીજી સૌથી મોટી એવિએશન માર્કેટ બની જશે

aapnugujarat

ભાજપ રાષ્ટ્રપતિ ચૂંટણી સંદર્ભે શુક્રવારે સોનિયા ગાંધીને મળશે

aapnugujarat

આતંકવાદી સામે કાર્યવાહી કરવાની લોકોની માંગ તીવ્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1